પ્રતાપ નગરથી પાદરા વચ્ચે ચાલતી ઐતિહાિસક નેરોગેજ ટ્રેન બંધ નહીં કરવા માંગણી
વડોદરાના 50થી વધુ સિનિયર સિટીઝનો જે સયાજી હાઇસ્કૂલમાં 1972માં એસએસસીમાં સાથે અભ્યાસ કરતા હતા. તેવો કપલમાં પ્રતાપ નગરથી યાત્રાધામ રણુ ઐતિહાસિક નેરોગેજ રેલવેમાં પ્રવાસ કરી આ ટ્રેન બંધ નહીં થવી જોઈએ તેવા સંકલ્પ અને ઉદેશ લઈને નીકળ્યાં હતા. આ ટ્રેન હેરિટેજ સર્કલ બને અને સમગ્ર વિસ્તારનો વિકાસ થાય તેવી માંગ કરી હતી. વડોદરા જિલ્લાની નેરોગેજ એશિયાની સૌથી મોટી નેરોગેજ રેલવે ભૂતકાળમાં હતી.તેનું વડું મથક ડભોઇ હતું. તેનો પાયો ગાયકવાડી શાસનમાં મહારાજા ખંડેરાવ ગાયકવાડે નાખ્યો હતો.
ત્યારબાદ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજે તેનો વિકાસ કર્યો અને જ્યાં જ્યાં તેમનું રાજ હતું. ત્યાં રેલવે નાખી. હાલમાં કેન્દ્ર સરકારે ઘણી ટ્રેનો બંધ કરી છે. તો કેટલીક ટ્રેનોના ગેજ પરિવર્તન કરીને જે તે વિસ્તારોના વિકાસની ચિંતા કરી છે. પ્રતાપનગર વાયા પાદરા જંબુસરની ટ્રેન એક જમાનામાં ધોરી નસ હતી. દિવસમાં 8 વખત અપડાઉન કરતી ટ્રેન હવે મૃત:પ્રાય થતાં સમગ્ર રૂટ ઉપરના ગામો શહેર અને વિસ્તારો ધંધા રોજગાર અને રહેણાંકથી ઉજ્જડ થઈ ગયા છે. જેમાં પાદરામાં ટ્રેન 2 વખત આવે છે. 2 વખતમાં પાછી ફરે છે. તે પણ સૌથી ઓછી 20ની સ્પીડ ઉપર જે વિશ્વમાં સૌથી ઓછી સ્પીડ છે.
2 ડબ્બા લાગેલા છે અને પ્રતાપનગરથી જંબુસર 60 કિમી સાડા ત્રણ કલાકે પહોંચે છે. આ ટ્રેનને બચાવવા વડોદરાની સયાજી સ્કૂલમાં 1972ની સાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરિવાર સાથે શનિવાર 10.30 કલાકે પ્રતાપનગરથી નીકળ્યાં હતા.માર્ગમાં અટલાદરા, ભાયલી, ,પાદરા અને રણુ મુકામે પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે આ ટ્રેન બંધ નહીં થવી જોઈએ. કારણ કે આ ટ્રેન ઐતિહાસિક ટ્રેન છે. તેને હેરિટેજમાં ફેરવી લોકો મોટો ઉપયોગ કરે અને રસ્તામાં આવતા ધાર્મિક સ્થળો અટલાદરા પાદરા રણુ અને આગળ જંબુસરથી કાવી કંબોઇ સુધી લંબાવીને સ્તંભેશ્વરનો લાભ લોકોને મળે તેવું કરવું જોઈએ.
તેવી માંગણી સાથે જાગૃત વડીલોએ ગાયકવાડ સરકારનો ભવ્ય વારસો તેવી આ ટ્રેનને સચવાવવી જોઈએ. તેવી માંગણી કરી હતી. અંતે રણુ તુળજા ભવાની મંદિરે પ્રાર્થના કરી હતી કે આ ટ્રેન બંધ ન થવી જોઈએ. આમ પ્રતાપ નગરથી વાયા પાદરા, જંબુસર ટ્રેન સરકાર ગેજ પરિવર્તન કરી કરી સમગ્ર વિસ્તારનો વિકાસ કરવો જોઈએ. વડોદરાના ટુરિઝમ એક્સપર્ટ શરદભાઈ દવે દ્વારા સફળ આયોજન કરવામાં આવતા સરકાર આબાબત ચોક્કસ સારો નિર્ણય ભવિષ્યમાં કરશે તો રાષ્ટ્રના હિતમાં છે.