વડોદરા કોર્પોરેશનના વેરા બિલમાં હવે સીટી સર્વે અથવારેવન્યુ સર્વે નંબર દર્શાવાશે

વડોદરા કોર્પોરેશનના વેરા બિલમાં હવે સીટી સર્વે અથવારેવન્યુ સર્વે નંબર દર્શાવાશે

વડોદરા કોર્પોરેશન પશ્ચિમ ઝોનમાં તારીખ 10 જૂનથી વેરાના બિલો આપવાનું શરૂ કરશ

ચૂંટણી પરિણામના બીજા દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019 અને 20ના વેરાના બિલો અંગેની કામગીરી શરૂ કરી દેવામાંઆવશે. સૌપ્રથમ શહેરના પશ્ચિમ ઝોનમાં બિલો આપવાના હોવાથી આકારણી રજીસ્ટરો પ્રસિદ્ધ કરાશે અને તારીખ 10 જૂનથી બીલો આપવાનું શરૂકરાશે.

વડોદરા કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં આવેલા વહીવટી વોર્ડ નંબર 6 અને 10ના વિસ્તારમાં મિલકત ધરાવતા લોકો માટે 2019 અને 20નાઆકારણી રજીસ્ટર તારીખ 24ના રોજ અને વહીવટી વોર્ડ નંબર 11ના રજીસ્ટર તારીખ 28ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. વોર્ડમાં મિલકતધરાવતા લોકોને રજીસ્ટરમાં દર્શાવેલી વિગતો સામે જો કોઈ વાંધો હોય તો રજીસ્ટર પ્રસિદ્ધ થાય તે તારીખ થી 15 દિવસમાં વાંધા અરજી કરીશકાશે.

મુદત વીત્યા બાદ કોઈ વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં. જે લોકોનો પાછલો વેરો બાકી હશે. તેવા લોકોની વાંધા અરજી વેરો ભરાઈ ગયાબાદ સ્વીકારવામાં આવશે. વહીવટી વોર્ડ નંબર 6 અને 10માં વેરાના બીલો તારીખ 10 જૂનથી અને વહીવટી વોર્ડ નંબર 11માં તારીખ 14 જૂનથીઆપવાનું શરૂ થશે.

બિલ આપવાની કામગીરી ત્રીસ દિવસ સુધી ચાલશે ત્યાં સુધીમાં જો બિલ મળે તો ગયા વર્ષના બીલની કોપી અથવા સેન્સસ નંબર સાથે વોર્ડકચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. 2019 અને 20ના બિલમાં જેટલી મિલકતોના સીટી સર્વે અથવા રેવન્યુ સર્વે નંબર મળ્યા છે. તે દર્શાવવામાંઆવશે. જો નંબરમાં કોઇ સુધારો હોય તો પુરાવા લઈને વોર્ડ કચેરીમાં જઇને સુધારો કરાવી લેવો પડશે.

મકાનનું પ્રોપર્ટીકાર્ડ હોય છતાં પણ બિલમાં રેવન્યુ સર્વે નંબર દર્શાવેલું હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ સાથે સીટી સર્વે નંબરની એન્ટ્રી કરાવી લેવા લોકોનેજણાવ્યું છે. વેરા બિલમાં રેવન્યુ સર્વે નંબર કે સીટી સર્વે નંબરની કોઈ વિગત દર્શાવેલી હોય તો મિલકતના રેકોર્ડ ઉપર જે રેવન્યુ સરવે નંબર કેસીટી સર્વે નંબર હોય તેને લગતા કાગળ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં જોઈને રેકોર્ડ અપડેટ કરાવી લેવો. જો સુધારો વધારો કરવામાં નહીં આવે તોભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTચૂંટણી પંચનો મોટો ધડાકો, ‘ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામમોડું જાહેર થશે’

COMMENTS

Wordpress (0)
Disqus ( )