છોટાઉદેપુર જિલ્લામાં અઢી લાખ ટન મહુડાનું ઉત્પાદન પ્રથમ વખતરૃ. ૪૫ના કિલોના ભાવે મહુડા વેચાયા

Spread the love

છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ હજાર મહુડાના વૃક્ષો આવેલ છે તેમાં ચાલુ વર્ષે મહુડાનું ઉત્પાદન વિક્રમજનક થતાંઆદિવાસીઓમાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે. ચાલુ વર્ષે આદિવાસીઓને મહુડાના ભાવો પણ સો વર્ષમાંના મળ્યા હોય તેવા એક કિલોના ૪૫ રૃા. લેખે મળતા ગત ચોમાસામાં ખેતીમાં થયેલું નુકશાન ભરપાઇ થઇ ગયુંછે.

સમગ્ર છોટાઉદેપુર વેન વિકાસ ડિવિઝનમાં અઢી લાખ ટન મહુડાનું ઉત્પાદન વિક્રમજનક આક છે રોજ ગામેગામથી મહુડાની ટ્રકો ભરાઇને મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ જઇ રહી છે. જે રાજ્યોમાં દારૃબંધીનથી ત્યાં મહુડાની માગ ખુબ રહે છે. ચાલુ વર્ષે વેપારીઓને પણ મહુડા ખરીદીમાં ભારે મઝા આવી ગઇ છે.

આટલા વર્ષો સુધી મહુડાની ખરીદી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા કરતી હતી તેમાં મહુડાના ભાવોઆદિવાસીઓને રૃા. ૩૦ કિલોથી વધારે મળ્યા નથી. પરંતુ ચાલુ વર્ષથી સરકારે નિગમનું નિયંત્રણ ઉઠાવી દેતાએકાએક મહુડાના બજારમાં ભારે તેજી આવી ગઇ છે. જેઓ પાસે પોતાના મહુડા છે તેઓને ઘી કેળા થઇ ગયાછે.

મહુડાના ઝાડમાંથી વર્ષમાં બે વખત ઉત્પાદન મળે છે. એક મહુડાના ફુલ અને બીજું ફળ ડોળી કહેવાય છે.એમાંથી તેલ મળે છે એનો ઉપયોગ આદિવાસીઓ ખાદ્યતેલ તરીકે કરે છે. ડોળી પણ બહાર વેચાય છે. તેમાંથીસાબુ બનાવવા માટે ઉપયોગી થાય છે. તેની માંગ પણ ખુબજ બહારના રાજ્યોમાં રહે છે.

મહુડાની સિઝન પુર્ણ થતાં જેઓ ભઠ્ઠીઓમાં દેશી દારૃ ગાળતા હશે તેઓ પાછળથી રૃા. ૭૫ કિલોએ લઇજશે અને દેશી દારૃ બનાવશે અને મોંઘા ભાવે વેચાણ થશે.

ચાલુ વર્ષે મહુડાનું ઉત્પાદન ભારે થયું છે અંગે વન વિકાસ નિગમના ડિવિઝન મેનેજર દિગ્વિજયસિંહ ગોહિલજણાવે છે કે આટલું બધુ ઉત્પાદન આટલા વર્ષોમાં થયું નથી અને મહુડાના ભાવો પણ ઉંચા રહ્યા નથી.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTછોટાઉદેપુર રેલવે સ્ટેશન ઉપર એક અઠવાડિયાથી પાણી નથી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )