અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના સુસેન તરસાલી વિસ્તારમાંથી નવલખી ગેંગરેપના આરોપીને ઝડપી પાડ્યા
વડોદરા ગેંગરેપ : આરોપી કિશન અને જશાએ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનો ખુલાસો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના સુસેન તરસાલી વિસ્તારમાંથી નવલખી ગેંગરેપના આરોપીને ઝડપી પાડ્યા છે.
વડોદરાના (Vadodara) નવલખી મેદાનમાં (Navlakhi Ground) સગીરાને ઝાડીઓમાં લઈ જઈ તેના પર બળાત્કાર (Gangrape) ગુજારનારા બે નરાધમોને તપાસમાં જોતરાયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઝડપી પાડ્યા છે. ઘટનાના 10 દિવસ બાદ બરોડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડતા વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આજે સવારે વડોદરા શહેરના સુસેન તરસાલી વિસ્તારમાંથી કિશન અને જશો નામના બે ફૂગ્ગા વેચનારા દેવીપૂજક શખ્સોની ધરપકડ કરી. આજે આરોપીઓને અમદાવાદ ગાયકવાડી હવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે મીડિયા સામે રજૂ કરાયા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી.અજય તોમરે મીડિયાને જણાવ્યું, “આ ગંભીર ઘટના હતી. ગૃહમંત્રીની સૂચનાના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર પોલીસ સાથે તપાસમાં જોતરાઈ હતી. શક્ય એટલા તમામ રિસોર્સિસ કામે લગાડી ગુજરાત પોલીસે ખૂબ મહેનત કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સંક્લન જાળવી રાખ્યુ અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યો. અમે વધારાની તપાસ માટે આ આરોપીઓને વડોદરા પોલીસને સોંપીશુ. આરોપીની પૂછપરછમાં ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળી આવ્યું છે. બીજા પણ પુરાવા અમારી પાસે છે. આરોપી કિશન કોળુભાઈ માથાસુરિયા 28 વર્ષનો જે આણંદના તારાપુરનો રહેવાસી છે. બીજો આરોપી છે જશો સોલંકી જે મૂળ રાજકોટના જસદણ ગામનો રહેવાસી છે. જે વિગતો તેમની પાસેથી જાણવા મળી છે તે પ્રમાણે આ તહોમતદારો મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આ લોકોની પૂછપરછ દરમિયાન આ લોકો અન્ય ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો મળશે”
ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે જણાવ્યું કે આ આરોપીએ પૂછપરછમાં અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિ કરી હોવાનું કબૂલ્યું છે.
તેમણે ઉમેર્યુ, “ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ કેસમાં જોડાવાની સૂચના મળી ત્યારે શહેરના પોલીસ કમિશનર સિલેક્ટેડ અધિકારીને જોડવાનું નક્કી કર્યુ. ડી.સી.પી. ક્રાઇમ દિપેન ભદ્રન જાતે વડોદરા ગયા અને તેમણે પી.આ.ઈ બારડ., બલોચા અને સુલેરાએ કેટલાક દિવસો દિવસ રાત મહેનત કરી છે. ”આરોપીઓને એમ હતું અમારી ઓળખાણ નહીં થાય પરંતુ..
અજય તોમરે જણાવ્યું કે આ ગુનેગારોને એવું હોય છે કે અમને જાણ નહીં થાય. આ આરોપીઓને પણ એવું હતું કે અમારી ઓળખાણ નહીં થાય રાતનું અંધારૂં હતું અને તે નીકળી ગયા કે કોઈએ જોયું નહીં પરંતુ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, CCTV સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા.