ગુજરાત દિવ્યાંગ બાળકોની પ્રતિભાને સન્માનિત કરીને ધન્યતા અનુભવુ છે.- ભરત પંડ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજરોજ તારીખ ૩જી ડિસેમ્બરે, World disability day-‘વૈશ્વિક દિવ્યાંગતા દિવસ’ નિમિત્તે યુનાઇટેડ નેશન્સ એસોસિએશન, ગુજરાત દ્વારા,બહેરા-મૂંગા શાળા-આશ્રમ રોડ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત દિવ્યાંગ મહાનુભાવોનું તથા બાળકોનું સન્માન કરીને ગરીમાપૂર્ણ ઉજવણી કરાઇ.
———————————–
દિવ્યાંગ બાળકો દ્વારા પોતાની મર્યાદાઓ સામે ઉત્સાહભેર સંઘર્ષ કરીને સ્વમાનભેર વિવિધક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ નિપુણતા સમાજમાં સૌને માટે એક આદર્શ દ્રસ્ટાંત પૂરું પાડે છે.
દિવ્યાંગ બાળકોના ભાવવિશ્વને સમજીને સમાજના પ્રત્યેક વ્યક્તિએ તેમને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવું અને તેમના સ્વમાનની સુરક્ષા સાથે તેમને ઉત્તરોત્તર પ્રગતિના પંથે દોરવા આપણ સૌની ફરજ બની રહે છે. યુનાઇટેડ એસસોસિએશન ઓફ ગુજરાત દિવ્યાંગ બાળકોની પ્રતિભાને સન્માનિત કરીને ધન્યતા અનુભવે છે.-શ્રી ભરત પંડ્યા
————————————–
મૂક બધિર અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બહેરા-મૂંગા શાળામાં થઈ રહેલ શૈક્ષણિક કાર્ય માટે સંસ્થાના ટ્રસ્ટીઓ અને તેના શિક્ષકગણ અનેકાનેક અભિનંદનને પાત્ર છે.દિવ્યાંગ બાળકોનું સન્માન કરીને યુનાઇટેડ એસસોસિએશન ઓફ ગુજરાત, ગૌરવ અનુભવે છે.-શ્રી.ધનરાજભાઈ નથવાણી
————————
દર વર્ષે ૩ જી ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ તારીખ ૩જી ડિસેમ્બરે, World disability day-‘વૈશ્વિક દિવ્યાંગતા દિવસ’ નિમિત્તે યુનાઇટેડ નેશન્સ એસોસિએશન, ગુજરાત દ્વારા, સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યા તથા ઉપપ્રમુખ શ્રી ધનરાજભાઈ નથવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મૂક બધિર અને દિવ્યચક્ષુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે, પ્રોત્સાહન રુપ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન બહેરા મુંગા બાળકોની શાળા સોસાયટી, અમદાવાદ સાથે સહઆયોજનથી કરવામાં આવેલ. આ કાયૅક્રમમા બહેરા મુંગા શાળાના વાઈસ ચેરમેન શ્રી બિપીનભાઈ પટેલ તથા માનદ મંત્રી શ્રી મિલનભાઈ દલાલે ખાસ હાજરી આપેલ.
આ કાયૅક્રમમા તમામ ૬૫૦ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા ભારતીય મુકબધીર ક્રિકેટ ટીમના ભુતપુવૅ સુકાની શ્રી ઈમરાન શેખ, રાષ્ટ્રપતિ એવોડૅ તથા અન્ય વિવિધ સન્માનોથી નવાજવામા આવેલ ડાૅ. રચનાબેન શાહ, શ્રી સોનલબેન પટેલ,શ્રી ઓમ વષાૅ જીગ્નેશ વ્યાસ તથા શ્રી કલગીબેન રાવલની પ્રેરક ઉપસ્થિતિમા યોજાયેલ. ઉપરોકત તમામ આમંત્રીત સ્પેશીયલ એચીવસૅ મહાનુભાવોનુ શ્રી ભરતભાઈ પંડયા તથા શ્રી ધનરાજ નથવાણી ધ્વારા મેમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. આ તબકકે બહેરા મુંગા બાળકોની શાળાના તમામ શિક્ષકો તથા સ્ટાફનુ તેમના અવિરત યોગદાન બદલ પ્રશંસાપત્ર ધ્વારા સન્માન કરવામાં આવેલ. શાળાના તમામ મુકબધીર બાળકોને નોટબુક તથા સ્કુલકીટ તથા દિવ્યચક્ષુ બાળકોને માઉથ ઓગૅન અપૅણ કરવામા આવેલ. શાળામા વિવિધ સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર ૩૦ વિધ્યાથીૅઓનુ પ્રમાણપત્ર તથા ગીફ્ટ ધ્વારા સન્માન કરવામા આવેલ. શાળાના તમામ શિક્ષકો તથા બાળકોમા આ કાયૅક્રમને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળેલ.પૂજ્ય ગાંધી બાપુ દ્વારા જે સંસ્થાનું ખાતમુહૂર્ત અને પ્રારંભ કરવામાં આવેલ,તેવી ૧૧૧ વર્ષ જૂની આ સંસ્થાના પ્રાંગણમાં પૂજ્ય બાપુની પ્રતિમાના સાનિધ્યમાં ખૂબ સુંદર વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ગરિમાપૂર્ણ ઉજવણી કરાઈ.આજના આ કાર્યક્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સન્માનવા યુનાઇટેડ એસસોસિએશન ઓફ ગુજરાતના એક્ઝેક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ડૉ. હેમંત ભટ્ટ તથા ડૉ. ઉદિત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTDGP શિવાનંદ ઝા સહિત 11 IPS અધિકારીઓ જાણો ક્યારે નિવૃત થશે?

COMMENTS

Wordpress (0)
Disqus (0 )