નર્મદાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ભાદરવાનો કાર્તિક પૂનમે આવતીકાલે 12 નવેમ્બરે ભવ્ય ભાતીગળ લોકમેળો.
ગુજરાત, મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં આદિવાસીઓ ના પગપાળા સંઘો, યાત્રાળુ ઉમટશે.
સ્વયંભૂ પ્રગટ થયેલા ભાથીજી દાદાના દર્શન માટે ભાદરવા મેળામાં આદિવાસી સંસ્કૃતિના થતા અનોખા દર્શન.
લાખો આદિવાસીઓ ભાથીજી મહારાજના દર્શન કરી કાગળ નો ઘોડો ચઢાવી પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે.
ઢોલ ન, ગારા, ત્રાસા વગાડી કાગળના ઘોડા સાથે નાચગાન કરતા હજારો યાત્રાળુઓના સંગ અનુભવના ધારા રાજપીપળા થી ભાદરવા સુધી ચક્કાજામ કરી દે છે.
ભાદરવાનો મેળો આદિવાસીઓનો સૌથી મોટો મોટો ભાતીગળ મેળો ભરાય છે. જેમાં આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન થાય છે જે કાર્તિક પૂનમેં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે ભાથુજીદાદાની ટેકરી પર આવેલ મંદિરે ભવ્ય મેળો આવતીકાલે 12મીએ કાર્તિક પૂર્ણિમા ભરાશે જેની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
રાજપીપળા થી 16 કિમી દૂર આવેલા 300 ફૂટની ઊંચાઈએ આવેલા ભાદરવા ટેકરી પર ભાથીજી દાદાના દર્શન કરવા અને પોતાની બાધા આખડી માનતા પુરી કરવા લાખોની સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓ પગપાળા સંઘો દ્વારા માનવ મહેરામણ ઉમટશે હાલ ગુજરાત,મહારાષ્ટ્ર,ખાનદેશથી આદિવાસીઓના પગપાળા સંઘો ભાદરવા આવવા નીકળી પડ્યા છે અને રાજપીપળા સુધી આવી પહોંચ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાધ શ્રદ્ધાના આ સ્થાનિક ભાદરવા દેવ ખાતે નર્મદા ની સૌથી મોટો આદિવાસીઓનો ભાતીગળ લોકમેળો ભરાય છે. પગપાડા નીકળતા આદિવાસીઓનાં કારતક સુદ ચૌદસના દિવસે પૂનમના આગલા દિવસે પહોંચી જાય છે. અને આખી રાત મેળો મહાલે છે અને વહેલી સવારે પૂનમે નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના મંદિરે માથા પૈકી સફેદ કપડાનો શણગારેલો ઘોડો પ્રસાદ નારિયેળ વગેરે ચડાવે છે. અને પોતાની બાધા આખડી માનતા પૂરી કરે છે બધાના તેમ જ ખુશી ના જવારા ચડાવી ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર ખાનદેશથી પગપાળા સંઘો યાત્રાળુઓ ધજા ફરકાવતા આવે છે. તેથી મેળામાં લોકોની સુવિધાઓ માટે ખાણીપીણીની ના સ્ટોર ગોઠવાયા છે. મેળામાં આદિવાસીઓનાં પરંપરાગત પહેરવેશ ઘરે ના કપડા શેરડી જેવી અનેક ચીજવસ્તુઓની નાની મોટી હાટડીઓ જોવા મળે છે. ભાદરવા દેવના મંદિરના ટ્રસ્ટી જણાવ્યા અનુસાર ટ્રસ્ટ તરફથી દર્શન તથા સ્નાન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. લોકોની સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે. એક વિશાળ ધર્મશાળા તેમજ કાર્પેટ રોડ તૈયાર કરવામાં આવેલ છે. આ ધોળાવવાળો રસ્તો વાહનો માટે લોડ પડતો હોવાથી સુરંગ ખોદીને રસ્તો ખોદીને ઢાળ નીચો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ જ્યોતિ જગતાપ,રાજપીપળા