આજે સરદાર ટાઉન હોલ ખાતે યોજાશે પ્રેસ કલબ-નર્મદા દ્વારા આયોજિત આઠમો નવરાત્રી-રાસ-ગરબા મહોત્સવ-૨૦૧૯

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પ્રેસ કલબ-નર્મદા, રાજપીપલા દ્વારા આયોજિત સુરક્ષા સેતુ સોસાયટી (નર્મદા પોલીસ) પ્રાયોજિત અને સ્વ. રતનસિંહજી મહિડાના સ્મણાર્થે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જતન અર્થે તા. ૪ થી ઓકટોબર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચના સંસદસભ્યશમનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્યશ પી.ડી.વસાવાના મુખ્ય મહેમાનપદે આઠમો નવરાત્રિ રાસ-ગરબા મહોત્સવ-૨૦૧૯ યોજાશે.

જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા આ ગરબા મહોત્સવમાં વન સંરક્ષકશ્રી ડૉ. કે. શશીકુમાર, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા અને ડૉ. રામરતન લાલા, ધારીખેડા-નર્મદા સુગરના ચેરમેનશ ઘનશ્યામભાઇ પટેલ, નગરપલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટૃ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી બિપીનચંદ્ર એમ. નિનામા ઉપસ્થિત રહેશે તેમ પ્રયોજક સંસ્થા પ્રેસ કલબ-નર્મદા, રાજપીપલા તરફથી જણાવાયું છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )