રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતા મંદિરે આજથી નવરાત્રી મેળાનો પ્રારંભ. 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
હરસિધ્ધિ માતાજી ને એક કરોડના રાજવી વખતના કીમતી ઘરેણા નો શૃંગારથે સુશોભિત કરાયા.
ભક્તો દ્વારા દાનમાં આપેલી સાડીઓ 9 દિવસ સુધી દરરોજ નવી સાડીઓ પહેરવાની અનોખી પ્રથા.
મંદિરનાં ગર્ભગૃહને સોનાના પતરાથી મઢાવ્યું શણગાર સજાવાયો.
મંદિરને રોષનોથી અને ફૂલોથી સજાવાયા
સવારની પહેલી આરતીમાં ભક્તોનો ભક્તિસાગર ઉમટયો.
રિયાસતી રાજવીનગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી ગણાતાં હરસિધ્ધિ માતા મંદિરે આજથી નવરાત્રિ મેળાનો ભવ્ય પ્રારંભ થયો હતો. આજથી રાજપીપળામાં નવરાત્રીનાં 9 દિવસ નો ભવ્ય મેળો ભરાયો છે. જેમાં રોજની ત્રણ આરતી શરૂ થતા આજે સવારે પહેલી આરતી માં આરતી ભક્તોની ભક્તિ સાગર ઉમટ્યો હતો. કુળદેવી મા હરસિધ્ધિ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા હોવાથી નવ દિવસ માતાજીના દર્શન આરતી કરી, નકોરડા ઉપવાસ, વ્રત સાથે નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હતો. અહીં 9 દિવસ ભવ્ય મેળો ભરાયો હોવાથી મેળામાં પણ હજારોની જનમેદની ઉમટી હતી.મંદિરને રોશનીથી અને ફૂલોથી સજાવે હોવાથી રાત્રીનો સબર મંદિરનો અને પરિસરનો ભવ્ય નજારો જોવા અને આરતીમાં ભાગ લેવા વિશાળ જનમેદની ઉમટી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન માતાજીને રાજવી પરિવારે દાનમાં આપેલ 1 કરોડથી વધુ કિંમતના કીમતી સોના, ચાંદીના ઘરેણા તથા અસલી હીરા, માણેકના, નવલખો હાર અને દાગીનાથી માતાજી નો શણગાર સજાવવાની પરંપરા છે. જેના દર્શન માટે આરતીમાં જંગી જનમેદની ઉમટે છે. દાગીનામાં અસલી હીરા, માણેક નવલખો હાર ઉપરાંત સોનાના કડા, સોનાના મણકા, બાજરી જેવી કિંમતી દાગીના દરરોજ પોલીસ જાપ્તા સાથે પહેરાવાય હતા મંદિરના ગર્ભગૃહ ને પણ સોનાના પતરાથી મઢાવ્યું વામાં આવ્યું છે.
નવરાત્રિના 9 દિવસ ભક્તો દ્વારા દાનમાં આપેલ સાડીઓને 9 દિવસ સુધી દરરોજ ત્રણ કલાકે નવી સાડીઓ પહેરવામાં આવે છે. જે દાતાઓ તથા ભક્તોના દર્શન માટે ખુલ્લા રાખવામાં આવી હતી. અહીં દરરોજ ત્રણ આરતી થાય છે. જેમાં હઠેડેઠઠ ભીડ જામી હતી. મંદિર પરિસરમાં રોજ નવ દિવસ માતાજીના ગરબા ની રમઝટ પણ શરૂ થઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTસમગ્ર ગુજરાતમાં સાત દિવસ માટે રોજગાર-એપ્રેન્ટીસશીપ ભરતી મેળાના આયોજન થકી રોજગાર- વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો ઉપલબ્ધ બનાવવાનાં સરકારે નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કર્યા છે – રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર 

COMMENTS

Wordpress (0)
Disqus (0 )