રાજપીપળા મહાવિદ્યાલય રોડ, સંતોષ ચાર રસ્તા થી હર્ષદી માતા બેંક રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો
રાજપીપળા થી સ્ટેચ્યુ તરફ જવાના હાઇવે રોડ ની દુર્દશા.
રાજપીપળા મહાવિદ્યાલય રોડ, સંતોષ ચાર રસ્તા થી હર્ષદી માતા બેંક રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો,
મોટા મોટા ફૂટ ફૂટના અસંખ્ય ખાડાઓ પડી જતા રાહદારીઓ લોકોને ભારે હાલાકી
માર્ગ મકાન દ્વારા નવા બનાવેલા રસ્તાઓને વરસાદે ખોલી પોલવિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દરરોજ હજારો પ્રવાસીઓના ધાડ ઉમટી રહ્યા છે, જેમાં વડોદરા, અમદાવાદ, અંકલેશ્વર, ભરૂચ તરફથી સ્ટેચ્યુ જોવા આવતા વાહન ચાલકોને રાજપીપળા થઇને જવું પડે છે. જેમાં રાજપીપળા થી સ્ટેચ્યુ તરફ જવાના હાઇવે રોડ ની વરસાદમાં ભારે દુર્દશા બેઠી છે. જેમાં રાજપીપળા મહાવિદ્યાલય રોડ, સંતોષ ચાર રસ્તા થી હર્ષદી માતા બેંક રોડ ભારે વરસાદમાં સદંતર ધોવાઈ ગયો છે. અથવા ખલાસ થઈ ગયો છે. એમ કહી શકાય કે આ રોડ પર ભરે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. જેને કારણે આ રોડ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. કપચી, રેતી બહાર આવી ગઇ છે અને કપચી, રેતી પર વેરણછેરણ થઈ પડતાં વાહનો ખાસ કરીને ટુ-વ્હીલર ના પૈડા સ્લીપ થઇ જતાં નાના-મોટા અકસ્માતના બનાવો વધી રહ્યા છે. મોટા મોટા ફૂટ ફૂટના અસંખ્ય ખાડાઓ પડી જતા અને તેમાં ખાબોચિયામાં પાણી ભરાઈ જતા ખાડાઓમાં ફસાતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તો એટલે હદ સુધી ધોવાઇ ગયો છે કે 100 ફૂટનું અંતર કાપવા વાહનચાલકને એક 15થી 20 મિનિટ સુધીનો સમય લાગે છે. વાહનચાલકોએક ખાડો બચાવવા જાય ત્યાં બીજો ખાડો આવી જાય છે. આવા અસંખ્ય ખાડાઓ પડી જતા રસ્તો સાવ તૂટી જતા તકલાદી કામોની પોલ ખૂલી ગઈ છે. હમણાં જ વાહનચાલકો માટે માર્ગ મકાન દ્વારા નવા બનાવેલા રસ્તાઓની વરસાદે પોલ ખોલી નાખી છે. આ રસ્તાઓમા પુરાણ નહીં નવો ફરીથી રસ્તો બનાવવાની પ્રજાએ માંગ કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા