કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓની બે બસ વચ્ચે અકસ્માત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કુલ 24 જેટલા મુસાફરો ને ઇજા

કલેકટર પટેલ ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચ્યા

ઇજાગ્રસ્તો ને ગરુડેશ્વર, રાજપીપળા અને વડોદરા હોસ્પિટલ મા ખસેડયા

કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓ બે બે બસ વચ્ચે અકસ્માત મા કુલ 24 જેટલા મુસાફરો ને ઇજા થતા દોડધામ મચી જવા પામી હતી
આજે જન્માષ્ટમી ની રજા હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા સવારથી જ પ્રવાસીઓ નો ધસારો રહ્યો હતો .જેમા આજે સ્ટેચ્યુજોવા આવેલી એક લક્ઝરી બસ ની વચ્ચે ગાય આવી જતા ગાય ને બચાવવા જતા બસના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા બીજી બસ સાથે અથડાતા બસ પલટી ખાઈ ગઇ હતી .જેમા 24જેટલા મુસાફરો નેનાની મોટી ઇજા થવા પામી હતી .ઘટના સ્થળે બુમરાણ મચી જવા પામી હતી .જોકે 108એમ્બુલન્સ ને જાણ કરતા 108ઘટના સ્થળે પહોચી ગઇ હતી .અને ઇજાગ્રસ્તૌ ને પ્રાથમિક સારવાર આપી નજીક ના હોસ્પિટલ મા ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી રેસ્ક્યૂ અને બચાવકામગીરી મા ક્રેઈનનીપણ મદદ લેવાઈ હતી .

જોકે તરત જ ઘાયલો ને હોસ્પિટલે પહોચાડવાની કામગીરી શરૂ કરાઈ હતી .માનવતાવાદી જિલ્લા કલેકટર આઈ કે પટેલ ખુદ ઘાયલો ને સારવાર કરાવવા ની કામગીરી મા મદદરૂપ થયા હતા .કલેકટર પટેલ ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પહોચ્યા હતા અને ઘાયલો ને યોગ્ય સારવાર મળે તે માટે મદદરૂપ થયા હતા .24 જેટલા મુસાફરો ને નાનીમોટી મોટી ઇજા ઓ થતા તેમને ગરુડેશ્વર, રાજપીપળા અને વડોદરા હોસ્પિટલ મા ખસેડયા હતા .પ્રવાસીઓ માટે આજનો જન્માષ્ટમી નો દીવસ ગોઝારો પુરવાર થયો હતો .

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )