સરકારે સ્વીકાર્યું : 12950 ગામોમાં પીવા લાયક પાણી જ નથી……!
સરકારે સ્વીકાર્યું કે અનેક ગામોમાં સ્થાનિક સ્રોતથી પીવાલાયક પાણી મળતું નથી…
સમગ્ર ગુજરાતમાં પાણીની પોકાર ચાલી રહી છે. તેમજ રાજ્યનાં અંતરિયાળ ગામડાઓમાં તો પીવાનું પાણી મળવું કપરૂ બની ગયું છે. ત્યારે રાજ્ય સરકાર બણગા ફુંકી રહી છે કે સબ સલામત છે. જો કે આ મામલે આજે વિધાનસભાનાં સત્ર દરમિયાન સરકારની પોલ છત્તી થઇ ગઇ હતી. તેમજ ખુદ સરકારે સ્વીકાર્યુ હતું કે પાણીની સ્થિતિ ઘણી કટોકટીભરી છે.
વિધાનસભા ગૃહમાં રાજ્યમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉઠ્યો. ધારાસભ્ય સુનિલ ગામીતે રાજ્યમાં પીવાલાયક પાણીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવીને કહ્યું કે રાજ્યના ૧૨,૯૫૦ ગામોમાં સ્થાનિક સ્ત્રોતથી પીવાલાયક પાણી મળતું નથી. જેના જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું કે સ્થાનિક સ્રોતથી પીવાલાયક પાણી મળતું નથી. સરકારે કહ્યું કે ૮,૯૭૬ ગામોમાં નર્મદા આધારિત સ્ત્રોત છે. જ્યારે ૩,૯૭૪ ગામોમાં અન્ય સ્ત્રોત આધારિત છે. ૧૨,૯૫૦ ગામોને પાણીપુરવઠા ગ્રીડથી જોડવામાં આવ્યા છે અને દૈનિક ૩૦૦ કરોડ લીટર પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ૨,૮૪૨ ગામો માટે જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી કરવામાં આવી છે.
સરકારે સ્વીકાર્યું કે અનેક ગામોમાં સ્થાનિક સ્રોતથી પીવાલાયક પાણી મળતું નથી. ૮,૯૭૬ ગામોમાં નર્મદા આધારિત સ્ત્રોત, ૩,૯૭૪ ગામોમાં અન્ય સ્ત્રોત આધારિત. ૧૨,૯૫૦ ગામોને પાણીપુરવઠા ગ્રીડથી જોડવામાં આવ્યા.. દૈનિક ૩૦૦ કરોડ લીટર પાણી પૂરું પડાય છે. ૨,૮૪૨ ગામો માટે જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી કરવામાં આવી.