કોરોના અપડેટ: અમરેલી જીલ્લા માં આજે વધુ ૧૦ નવા પોઝીટીવ કેસો નોંધાયા, કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ૧૧૬.
(કુંકાવાવ,લાઠી, બાબરા, અમરેલી, પાંચ તલાવડા, ખાંભા, સાવરકુંડલા, અને લીલીયા પંથક માં કેસો સામે આવ્યા.)
અમરેલી તા.૭ જુલાઈ.
અમરેલી જીલ્લા માં કોરોના નો હાહાકાર વધી રહ્યો છે. પોઝીટીવ કેસો માં સતત વધારો થય રહ્યો છે. ગઈકાલે જીલ્લા માં ૭ નવા કેસો નોંધાયા હતા ત્યારે આજે વધુ ૧૦ નવા કેસો સામે આવતા જીલ્લા માં ભય ફેલાયો છે. આજે આવેલા કેસો માં મોટા ભાગ ના કેસો ગ્રામ્ય વિસ્તારો ના છે.
આજે આવેલ પોઝીટીવ કેસો ની યાદી.
(૧) કુંકાવાવ ના મેધા પીપળીયા ના ૨૩ વર્ષીય યુવાન
(૨) લાઠી ના અકાળા ના ૪૫ વર્ષીય મહિલા
(૩) લાઠી ના અકાળા ના ૫૦ વર્ષીય પુરૂષ
(૪) બાબરા ના ગમા પીપળીયા ના ૩૭ વર્ષીય પુરૂષ
(૫) અમરેલી ના બટારવાડી ના ૪૦ વર્ષીય પુરૂષ
(૬) અમરેલી ના ગજેરાપરા ના ૪૦ વર્ષીય પુરૂષ
(૭) પાંચ તલાવડા ના ૫૭ વર્ષીય મહિલા
(૮) ખાંભા ના ધાવડીયા ના ૬૬ વર્ષીય પુરૂષ
(૯) સાવરકુંડલા ના ડેડકડી ના ૩૫ વર્ષીય મહિલા
(૧૦) લીલીયા ના ભોરીંગડા ના ૭૦ વર્ષીય વૃધ્ધ.
આમ આજે અમરેલી જિલ્લામાં કુલ ૧૦ નવા પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હાલ આજે આવેલ પોઝીટીવ દર્દીઓ ને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ દર્દીઓના સંપર્ક માં આવેલા તમામ ને કવોરેન્ટાઈન કરવાની તેમજ દર્દીઓ ના રહેઠાણ ની આસપાસ ના વિસ્તાર ને કન્ટોનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યાવાહી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લામાં આજ ના દિવસ સુધી માં કુલ ૧૧૬ પોઝીટીવ કેસો નોંધાય આવેલ છે.
રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા