મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યુવાનને પાકિસ્તાનથી મેસેજ આવતા આ મામલો કોરોના ની મહામારી ના સમયમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો.
ફોટો લાઈન : પાકિસ્તાનના નંબરથી આવેલા મેસેજ ના સ્ક્રીનશોટ તસવીરમાં નજરે પડે છે.(તસવીર : ઈન્દ્રવદન પરીખ)
કડાણા તાલુકાના ગોધરા(ઉ) ગામના યોગેશભાઈ બાબુભાઈ ડામોર ને તેમના નંબર 6354764304 ના વોટ્સએપ માં તા.24/5/2020 ના રોજ સવારના 7:27 વાગે પાકિસ્તાન ના +923132589980 નંબરથી સૌપ્રથમ Hi નો મેસેજ આવ્યો અને ત્યારબાદ આજ નંબરથી અમારા માટે કામ કરો ઇન્ડિયન આર્મી ના બોર્ડરના ફોટા અને વિડિયો મોકલો તો અમે રૂપિયા આપીશું તેઓ મેસેજ આવતા યોગેશભાઇએ રીપ્લાય માં હવે પછી મેસેજ ના કરવા જણાવી આ ઘટનાની જાણ સૌપ્રથમ મીડિયાને કરી હતી. આ ઘટના ના સમાચાર ન્યૂઝ ચેનલોમાં આવતા મહીસાગર એલ.સી.બી પોલીસે યુવાનો સંપર્ક સાધી તેને લુણાવાડા કચેરીમાં આવી જાવા ની જાણ કરી મેસેજ ક્યાંથી આવ્યા હોવાના તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.
Box : યોગેશભાઈ ખેડબ્રહ્મા ખાતે 2019 માં અભ્યાસ કર્યા બાદ પોતાના વતન ગોધરા(ઉ) રહે છે તેમજ તેમના પિતા ખેતીકામ કરે છે તેમજ દૂર દૂર સુધી દેશની બોર્ડર આવેલ ન હોવા છતાં આ યુવાનને આવા મેસેજ ક્યાંથી અને શા માટે આવ્યા તેવા પ્રશ્ન ઉભા થયેલ છે જોકે સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવશે.