ભક્તો ઉમટ્યા / 111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભક્તો ઉમટ્યા / 111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરવા માટે માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે.

સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા મંદિર ટ્રસ્ટની ભક્તોને અપીલ
સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.

પાવાગઢ ડુંગર પર વાદળીયો માહોલ સર્જાયો
પાવાગઢ મંદિર આજે ખુલતાની સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ડુંગર ઉપર આજે વરસાદ સાથે વાદળીયો માહોલ હોવાથી હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. જેથી ભક્તોએ વાતાવરણની મજા માણી હતી.

પત્રકાર ઈરફાન શેખ. પંચમહાલ

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
OLDER POSTમાંગરોળ પોલીસ મથકમાં લોકરક્ષક દળમાં તાજેતરમાં પસંદગી પામેલ અને છેલ્લા ત્રણ માસથી ફરજ બજાવી રહેલી યુવતી ભોગ બની.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )