PSI,ASI પર કામનું ભારણ ઘટાડવા પ વર્ષથી ઓછી સજાના કેસોની તપાસ કોન્સ્ટેબલો કરશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ પર કામનું ભારણ ઘટાડવા માટે કોસ્ટેબલ કક્ષાના જવાનોને હવેથી સામાન્ય ગુનાઓની તપાસ સોંપવામાં આવશે.

પીએસઆઇ,એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મીઓ પર જુદા જુદા ગુનાઓની તપાસ,અરજીઓની તપાસ અને બંદોબસ્તની કામગીરીના કારણે કામનું ભારણ વધી ગયું છે.

રાજ્યના ગૃહ વિભાગે આવા હોદ્દાવાળા પોલીસ કર્મીઓનું કામનું ભારણ ઓછું કરવા માટે કોન્સ્ટેબલોને પણ દારૃ,જુગાર,અકસ્માત, વાહનચોરી, સાદી ચોરી જેવા પાંચ વર્ષથી ઓછી સજાના કેસોની તપાસ સોંપવાનો નિર્ણય લીધો છે.આ માટે પાંચ વર્ષથી વધુ અનુભવી,ગ્રેજ્યુએટ અને કમ્પ્યુટરના જાણકાર પોલીસ કોન્સ્ટેબલોની પસંદગી કરવામાં આવનાર છે.

વડોદરા શહેર પોલીસમાં આવા ૨૨૨ પોલીસ કોન્ટેબલોને સામાન્ય કક્ષાના ગુનાઓની તપાસ સોંપવામાં આવશે અને તે માટે તેમને ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવનાર છે.
પત્રકાર ઈરફાન શેખ પંચમહાલ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTઅંકલેશ્વર ના મોતાલી પાસે અમરાવતી બ્રિજ ઉપરથી ગેસ ભરેલું ટેન્કર નદીમાં ખાબકયુ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )