ટુંક સમયમાં જતી રહેશે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની નોકરી સરકારી કર્મચારીઓના કામની થશે સમીક્ષા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ઘ સખત પગલા ભર્યા છે. આ અંતર્ગત કેન્દ્રએ ભ્રષ્ટ અને નકામા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા માટે બેન્કો, સાર્વજનિક ઉપક્રમો અને તમામ વિભાગોને પોતાના કર્મીઓના સેવા રેકોર્ડની સમિક્ષા કરવાનું કહ્યું છે. કાર્મિક મંત્રાલયે કેન્દ્ર સરકારના તમામ વિભાગો પ્રત્યેક શ્રેણીના કર્મચારીઓના કામકાજની સમીક્ષા પૂરા નીતિ નિયમન કાયદા સાથે સુનિશ્યિત કરવાનું કહ્યું છે. કોઈ પણ સરકારી કર્મચારી વિરુદ્ઘ જબરદસ્તી સેવાનિવૃતિની કાર્યવાહીમાં મનમાની ના થાય. કાર્મિક મંત્રાલયે કહ્યું કે, તમામ મંત્રાલયને આગ્રહ છે કે, તે સાર્વજનિક ઉપક્રમો-બેન્કો અને સ્વાયત્ત્। સંસ્થાઓ સહિત પોતાના પ્રશાસનિક નિયંત્રણમાં આવતા વિભાગોના કર્મચારીઓના કામકાજની કાયદા અને સાચી ભાવના હેઠળ સમીક્ષા કરે. કાર્મિક મંત્રાલયે કહ્યું કે, મંત્રાલય કે વિભાગ એ જુએ કે, જે સરકારી કર્મચારી સારૂ કામ નથી કરતા, તેમની વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે. આવી કાર્યવાહી કરતા સમયે એ સુનિશ્યિત કરવામાં આવે કે, જબરદસ્તી રિટાયરમેન્ટની પ્રક્રિયાનું કડકાઈથી પાલન થાય. પરંતુ, કોઈ પણ સ્થિતિમાં નિર્ણય મનમાન્યો ન હોવો જોઈએ. નિર્દેશ અનુસાર, તમામ સરકારી સંગઠનોને પ્રત્યેક મહિનાની ૧૫ તારીખે નિર્ધારીત પ્રારૂપમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે. આની શરૂઆત ૧૫ જુલાઈ ૨૦૧૯થી શરૂ થશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, મૂળ નિયમ ૫૬ (જે), (આઈ) અને કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ ૧૯૭૨ના નિયમ ૪૮ હેઠલ કાર્મિક મંત્રાલયના દિશાનિર્દેશ અંતર્ગત બેન્કો, સાર્વજનિક ઉપક્રમો અને કેન્દ્ર સરકારના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને સેવા રેકોર્ડની સમીક્ષા કરવામાં આવે. આ નિયમ સરકારને જનહિતમાં તેવા કર્મચારીને સેવાનિવૃત કરવાની અનુમતી આપે છે જેની ઈમાનદારી સંદેહાસ્પદ છે અને જે કામના મામલામાં કાચા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે હાલમાં જ જનહિતમાં સીમા શુલ્ક અને કેન્દ્રીય ઉત્પાદ વિભાગના ૧૫ અધિકારીઓને સમય પહેલા સેનાનિવૃત કર્યા. આ મહિનાના શરૂઆતમાં ભારતીય રાજસ્વ સેવા (આયકર)ના ૧૫ અધિકારીઓને પણ સેવામાંથી બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTગુજરાતની સરકારી સ્કૂલની આ શિક્ષિકાએ એવું કર્યું જે ખાનગી સ્કૂલે વિચાર્યું પણ નહીં હોય

COMMENTS

Wordpress (0)
Disqus (0 )