છોટા ઉદેપુરમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
……………….
કલેક્ટર શ્રી સુજલ મયાત્રા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ કર્યો યોગાભ્યાસ
……………………….
રોજયોગા ટીચર બી. કે. મોનિકાને ભારતના ઉભરતા સિતારાના એવોર્ડથી કરાયા સન્માનિત
પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી ત્યારે છોટા ઉદેપુરના ખુટેલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ ફોર હાર્ટની થીમ સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમને કલેક્ટર શ્રી સુજલ મયાત્રા સહિતના મહાનુભવોએ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.
આ પ્રસંગે યોગા પ્રશિક્ષક શ્રી તુષાર પટેલે યોગનુ મહત્વ સમજાવતા જણાવ્યું કે, યોગ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. જ્યારે પાશ્ચત્ય સંસ્કતિનું આક્રમણ થઈ રહ્યું છે. ત્યારે આપણી ઋષિ સંસ્કૃતિનુ જતન કરવાનું જરૂરી બને છે. સાથે જ તેમણે વ્યસન અને ફેશનમાંથી બહાર આવી યોગ તરફ વળવાનું જણાવ્યું હતું. તેમજ આ તકે તેમણે યોગથી થતા ફાયદાઓ અને વિવિધ બિમારીઓમાં યોગ કંઈ રીતે ઉપયોગી થઈ શકે તેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે સમાજ સુધારક અને વ્યસન મુક્તિ માટે કાર્ય કરતા રાજયોગા ટીચર બી. કે. મોનિકાને ભારતના ઉભરતા સિતારાના અવોર્ડથી કલેક્ટર શ્રી સુજલ મયાત્રાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીથી ટેલિવિઝનના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું કે, યોગ ગરીબીમાંથી બહાર લાવવાનું માધ્યમ બની શકે છે. યોગ આપણે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. અને બિમારીથી મુક્તિ આપાવે છે. જે ગરીબો માટે ઘણું મહત્વનું છે. યોગ આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. પરંતુ હજી સુધી આપણે ગ્રામ્ય વિસ્તાર, ગરીબો, આદિવાસી સુધી પહોંચાડી શક્યા નથી. ત્યારે યોગને છેવાડા લોકો સુધી પહોચતો કરવો જરૂરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, પુરા વિશ્વ માટે હ્રદયની બિમારીઓ પડકાર બની ગઈ છે. ખાસ કરીને ભારતમાં નાની ઉંમરની લોકામાં હાર્ટના રોગ વધ્યા છે. ત્યારે આપણે યોગને હ્રદયની બિમારી સામે પ્રિવેન્સનરૂપ અને ટ્રીટમેન્ટ હિસ્સો બનાવીએ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નેહાબેન જયસ્વાલ, એસ. પી. શ્રી એસ. એમ. ભાભોર, જિલ્લાના અગ્રણી મુકેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકરી હાજર રહ્યા હતા.