નર્મદા કોંગ્રેસના સ્પીક અપ ઇન્ડિયા અભિયાનમાં યુવા નેતાઓએ કેવડીયા થયેલ સર્વે મુદ્દે વિરોધ નોંધાવ્યો.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સરકાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ,
ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા દ્વારા લાઈવ થઈ સરકાર સામે આક્રોશ ઠાલવતા નર્મદાના કોંગ્રી આગેવાનો કાર્યકરો.
ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા સ્પીક અપ ઇન્ડિયા અભિયાન શરૂ કરાયું છે જેમાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ફેસબુક તેમ જ અન્ય સોશિયલ મીડિયા દ્વારા લાઈવ થઈ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે તે અંતર્ગત નર્મદા જિલ્લાના કોંગ્રેસ યુવા નેતાઓએ પણ પીક અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત લોકડાઉનમાં શ્રમિકો ગરીબો વિશે વાત કરી હતી ઉપરાંત હાલ કેવડીયા અને આસપાસના છ ગામોમાં ચાલી રહેલ સર્વે મુજબ આદિવાસીઓ ઉપર થતા દમણ અને અત્યાચારો મુદ્દે પણ વાત કરી હતી.
જે સંદર્ભે કોંગ્રેસના ઓનલાઇન અભિયાન પીક અપ માં ઇન્ડિયન કોંગ્રેસ લગભગ 50 લાખ કાર્યકરો લાઈવ થઈ સરકાર સામે ગરીબોના હિત માટે મોરચો સંભાળ્યો છે. જેમાં જણાવ્યું છે કે સરકાર 60 દિવસના લોકડાઉનમાં સદંતર નિષ્ફળ નીવડી છે. જે બાબતે નર્મદા જિલ્લાના હરેશ વસાવા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મહામંત્રી તથા વાસુદેવ વસાવા જિલ્લા યુવા પ્રમુખ અજય વસાવા નાંદોદ પ્રમુખ અમીતભાઈ વસાવા સોશિયલ મીડિયા પ્રમુખ દરેકે ગરીબ ગરીબ તથા મધ્યમવર્ગના લોકો માટે આ અવાજ ઉઠાવ્યો છે. જેમાં અજયભાઈએ વેરા તથા લાઇટબિલ માફ કરવા માગણી કરી તો વાસુદેવભાઈ એ મનરેગાના દિવસો વધારવા તથા અમિતભાઈ એ ઉદ્યોગોને રાહત માટે તાત્કાલિક રોકડ રકમ તેમના ખાતામાં નાખવા અપીલ કરી છે અને નરેગાના 100 દિવસના બદલે 200 દિવસ કરવામાં આવે એવી માંગ સરકાર પાસે કરી.
ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશભાઈ એ જણાવ્યું હતું કે સરકાર શ્રમિકોને અને મધ્યમ વર્ગના ખાતામાં 1000 રૂપિયા નાખવા તથા કેવડીયા મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સરકાર આદિવાસીઓની જમીન લેવાનું કૃત્ય કરી રહી છે. લોકડાઉન 144 લાગુ હોય છતાં ત્યાં પોલીસ ના કાફલા ખડકી દેવાઇ છે દરેક સમાજ આદિવાસી સમાજ નો અવાજ બને તેવી અપીલ કરી હતી ઉપરાંત સરકારને જે કરવું હોય એ કરે અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી આપી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેવડિયા ખાતે નર્મદા નિગમની જમીનમાં ફેન્સીંગની સરકારી કામગીરીમાં અડચણ રૂપ થતાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઇ
OLDER POSTસ્ટેચ્યુ ઓફ યુનિટી માં સિક્યુરિટી, ગાર્ડન સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર ન થતાં તેઓ હડતાલ પર ઉતર્યા.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )