બામરોલી ના મુવાડા ના આ પાચ રીટાયર્ડ ફૌજી આજે આવા કપરા સમયે પણ લોકો માટે ખડેપગે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કિરણ ગોહિલ દ્વારા….હાલોલ

એક જ પરીવાર મા રહેતા સલાટ પરીવાર ના પાચ ભાઇ ઓ છગનભાઇ સલાટ. ભટેસીગભાઇ સલાટ. કનુભાઇ સલાટ વાલજીભાઈ સલાટ અને દીનેશભાઈ સલાટ આ પાચે ભાઈ ઓ એક સાથે એકજ પરીવાર મા થી આર્મી મા જોડાયા હતા અને એક સાથે જ એક ગામ માં અને એક જ ધર મા સપરીવાર સાથે જ રહે છે દુનીયા આખી જયારે કોરોના સામે લડી રહી છે ત્યારે આ પાચ ભાઈ ઓ દ્વારા છેલ્લા ચાલીસ દીવસ થી એક ધારી લોકસેવા કરી રહ્યા છે. જરૂરીયાતમંદો ને રેશન શાકભાજી તથા ભુખ્યા ઓ ને ભોજન આ પાચ ભાઈ ઓ નો નીત્યક્રમ બની ગયો છે ત્યારે કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર પોતાની ગાડી ઓ લઇ રોજી રોટી અર્થે આવી ને કોરોના ના કહેર વચ્ચે લોકડાઉન મા ફસાઈ ગયેલા અને પોતાના ગામ ન જઈ શકનારા શ્રમીક ગરીબ મજુર વર્ગો ને ભાડા ના પૈસા થી લઈ તમામ રેશન પાની ની વ્યવસ્થા આ પાચ ભાઈ ઓ દ્વારા કરી આપવા મા આવે છે. ધોધંબા થી વાયા માલુ કાટુ રોડ ઉપર બારીયા જતા રસ્તા પર આવેલ એક બીલકુલ નાનુ સરખુ ગામ બામરોલી ના મુવાડા ના આ પાચ રીટાયર્ડ ફૌજી આજે આવા કપરા સમયે પણ લોકો માટે ખડેપગે છે ત્યારે તેમની દેશસેવા આજે પણ કાયમ છે એવુ લાગી રહ્યું છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTલોક ડાઉન દરમ્યાન તમાકુ ગુટખાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી નેત્રંગ પોલીસ
OLDER POSTપંચમહાલ જિલ્લા ના હાલોલ તાલુકામાં આવેલા
તાજપુરા ખાતે ઉભિ કરાયેલ કોડી૧૯ હોસ્પિટલ માં MG motors દ્વારા ત્રણ વેલટીલેટર આપવા માં આવ્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )