મહારાષ્ટ્ર ખાતેથી આવી જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુનો દાખલ કરી અટક કરતી ભરૂચ શહેર ‘ એ ‘ ડીવીઝન પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ( COVID 19 ) ફેલાયેલ છે . જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર શ્રી મારફતે બહાર પાડવામાં આવેલ જાહેરનામા અતંર્ગત કોઇપણ વ્યક્તિ સક્ષમ સત્તા અધિકારીશ્રીની લેખિત પુર્વ મંજુરી સિવાય ભરૂચ જીલ્લાની હદ પસાર કરી શકશે નહિ તેમજ બહારથી ભરૂચ જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ જે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી સુચના મળતાં તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી . પી . વાધેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પોલીસ દ્વારા સદર જાહેરનામાની અમલવારી દરમ્યાન
( ૧ ) ગોકુળભાઈ ભટ્ટભાઈ પાટીલ
( ૨ ) સુવર્ણાબેન w / O ગોકુળભાઈ ભટ્ટભાઈ પાટીલ ( ૩ ) જ્ઞાનેશ્વર સુરેશભાઈ પાટીલ
રહે . ઘર નંબર એ / ૫૦૭ , દેવ – રેસીડન્સી , એલીડ સ્કુલ પાસે , જે . બી . મોદી પાર્ક પાસે , ભરૂચ નાઓ ભાદવડ તા . જી . નંદુરબાર ( મહારાષ્ટ્ર ) ખાતેથી કોઇપણ સક્ષમ અધિકારીની પાસ પરમીટ લીધા વગર ભરૂચ ખાતે પોતાના ઘરે રહેવા આવી જાહેરનામાં અમલવારીનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધ મા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા જી . પી . એક્ટ ૧૩૯ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) તથા એપેડેમીક ડીઝીઝ એક્ટ ૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે .

જેથી , ભરૂચ શહેર વિસ્તારના તમામ નાગરીકોને લોકડાઉનમાં સંપુર્ણ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવેલ છે .

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકોવિડ-19 સંક્રમણ પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા 26 થઈ
OLDER POSTરિયલ હીરો ઓફ ધ ડે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )