કેશોદના નાની ઘંસારી ગામના યુવાને પક્ષીપ્રેમનુ ઉદાહરણ પુરૂ પાડ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વાડીએ ઈજાગ્રસ્ત ચમડીને ઘરે લઈ જઈને સાર સંભાળ રાખી બાદમાં નેચર નિડ યુથ કલબના હોદેદારો પાસે સારવાર અર્થે પહોંચાડી પક્ષીને નવજીવન અપાવવા પ્રયાસ કર્યો

પશુ પક્ષિઓ પ્રેમી બાબતે અવારનવાર અનેક કિસ્સા સાંભળવા મળતા હોયછે તો અનેક જીવદયા પ્રેમીઓ દ્વારા પણ અનેક પશુ પક્ષીઓને બચાવવા અથાગ પ્રયાસો કરવામા આવેછે ભારતિય સંસ્કૃતિ મુજબ અનેક લોકો પશુ પક્ષીઓને અન્ન જળ આપી પોતાની પશુ કે પક્ષીઓ માટેની ભાવના સાથે ફરજ નિભાવેછે તો કોઈ પક્ષી પ્રેમીઓ ઘાયલ પશુ પક્ષીઓને સારવાર અપાવી માનવતા દાખવેછે આજે નાની ઘંસારી ગામે રહેતા પુંજાભાઈ બારિયાના ખેતરમાં એક ચમડી ઇજાગ્રસ્ત જોવા મળતા તેમના પુત્ર હર્ષ બારીયાએ ચમડીને તાત્કાલિક ત્યાંથી ઉઠાવી પોતાના ઘરે લઈ જઈને તપાસ કરી તો ચમડીની એક પાંખ ઈજાગ્રસ્ત જોવા મળી હતી જે ચમડીને ઈલેક્ટ્રીક વિજ કરંટ લાગ્યો હોવાથી ઈજાગ્રસ્ત થઇ હોવાનું પ્રાથમિક અનુમાનછે ઈજાગ્રસ્ત ચમડીને હર્ષ દ્વારા અડધો દિવસ સારસંભાળ રાખ્યા બાદ તેમણે ચમડીને સારવાર માટે કયા મોકલવી એ તપાસ કરતાં જાણવા મળ્યું કે કેશોદમાં નેચર નીડ યુથ કલબના હોદેદારો દ્વારા પશુ પક્ષીઓને સારવાર આપવામા આવેછે તેથી હર્ષ તેમના મિત્રને સાથે લઈને બાઈકમાં ચમડીને નેચર નીડ યુથ કલબના હોદેદારો સૂધી ઈજાગ્રસ્ત ચમડીને સારવાર માટે પહોંચાડી નાના બાળકે પક્ષી પ્રેમની લાગણી વ્યક્ત કરી ઈજાગ્રસ્ત ચમડીને નવજીવન અપાવવા પ્રયાસ કર્યો હતો

રીપોર્ટ:- મયુરી મકવાણા જૂનાગઢ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTકેશોદની બે વિદ્યાર્થીનીઓએ પ્રથમ બીજો ક્રમ મેળવી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )