સુરત જિલ્લા ના પ્રાથમિક શિક્ષકો તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડ મા એક દિવસ નો પગાર જમા કરાવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સલીમ પટેલ દ્વારા……..સુરત, મોટામિયા માંગરોલ

એસી લાખ આડત્રીસ હજાર ચારસો છપ્પન (80, 38, 456)નો ચેક કિરીટભાઈ પટેલ, વિશ્વજીતભાઈ ચૌધરી અન્ય હોદેદારો ના હસ્તે આપવામાં આવ્યો

સમગ્ર દેશ કોરોના વાયરસ ની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે સુરત જિલ્લા પ્રથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, મહામંત્રી વિશ્વજીત ભાઈ, અન્ય હોદ્દેદારો દ્વારા મુખ્ય મંત્રી રાહત ફંડ મા ફાળો આપવા શિક્ષકો ને અપીલ કરવામાં આવી હતી જેને જિલ્લા ના બધાજ તાલુકા ઘટક સંઘ અને શિક્ષકો શીરો માન્ય રાખી એક દિવસ નો પગાર મુખ્ય મંત્રી રાહત ફંડ મા જમા કરાવવા ની ખાત્રી આપી હતી જે આજ રોજ સુરત જિલ્લા સંઘ ના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, વિશ્વજીતભાઈ ચૌધરી, એરિકભાઈ ખ્રિસ્તી, નરેશભાઈ ભટ્ટ અન્ય હોદેદારો સુરત જિલ્લા પંચાયત મુકામે જઈ સમગ્ર જિલ્લા ના નવ તાલુકા ના શિક્ષકો ના પોતાના પગાર માંથી એક દિવસ નો પગાર જેની રકમ 80, 38, 456 (એસી લાખ આડત્રીસ હજાર ચારસો છપ્પન ) સી એમ રિલીફ ફંડ મા જમા કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ના હસ્તે સુરત જિલ્લા વિકાસ અધિકારી ને ચેક ઉપરોક્ત હોદ્દેદારો દ્વારા જમા કરાવેલ છે એમ સંઘ ના ઉપ પ્રમુખશ્રી ઇમરાનખાન પઠાણ અને વિજય પટેલ અખબારી યાદી મા જણાવેલ છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતા ઓ ના સહયોગ થી કેશોદ માં સમસ્ત જ્ઞાતિ જનો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )