પશ્ચિમ બંગાળામાં ભાજપની રેલીમાં બોમ્બ વિસ્ફોટ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પશ્વિમ બંગાળમાં ચૂંટણી દરમ્યાન શરૂ થયેલી હિંસાની ઘટના ચૂંટણી બાદ પણ યથાવત છે. હુબલીમાં જીતનો ઉત્સવ મનાવવા માટે યોજાયેલી ભાજપની રેલીમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની. બોમ્બ વિસ્ફોટ પાછળ ભાજપે ટીએમસીને જવાબદાર ગણાવી છે. બોમ્બ વિસ્ફોટની ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી પરંતુ હિંસાના કારણે ટીએમસી અને ભાજપ ત આમને-સામને આવી ગયા છે.ચૂંટણી દરમ્યાન થયેલી હિંસા બાદ ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી લોકશાહીની હત્યા કરી રહ્યા છે. ભાજપનુ કહેવુ છે કે, મમતા બેનર્જીના ગુંડાઓ ભાજપના કાર્યકરોની હત્યા કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, ભાજપે મમતાના ગઢમાં ગાબડું પાડતા મમતા બેનર્જી ડરી ગયા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં ૧૮ બેઠક પર જીત મેળલી છે. જેથી મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTમહિલાને ‘પાણી’ બતાવનારા ધારાસભ્ય વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
OLDER POSTભાજપના અન્ય નેતાઓની માફક હવે વિદેશમંત્રી જયશંકરના ‘વિજય’નો રસ્તો પણ ગુજરાતમાંથી નીકળશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )