દુનિયાના સૌથી મોટા અમદાવાદના સ્ટેડિયમનું PM મોદી કરશે લોકાર્પણ…..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે. અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થઇ શકે છે. મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. ઓક્ટોબર-નવેમ્બરમાં પીએમ મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઈ શકે છે. ત્યારે જાણો આ સ્ટેડિયમની વિશેષતા…

સ્ટેડિયમની વિશેષતા

જો અહીં દર્શકોના બેસવાની ક્ષમતા જોવામાં આવે તો અહીં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટથી પણ ઘણું મોટું હશે. આ સ્ટેડિયમ મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યા પર જ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. 63 એકરમાં સ્ટેડિયમને તૈયાર કરવામાં આવ્યુ છે. આ સ્ટેડિયમમાં કોર્પોરેટ હાઉસ માટે 76 સ્કાય બોક્સ બનાવવામાં આવશે. છ માળનાં સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં 50 જેટલાં રૂમો બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશાએ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ તૈયાર થશે. મહત્વની વાત એ છે કે અહીં કોઇ પણ પીલર નહીં હોય, જેમાં કોઇ પણ અડચણે મેચ જોઇ શકાશ

કેટલા ખર્ચે તૈયાર થશે?

ગુજરાત ક્રિકેટ સંઘ દ્વારા મોટેરાના જૂના સ્ટેડિયમની જગ્યાએ બની રહેલ આ સ્ટેડિયમ અંદાજિત 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેની ડિઝાઇન એમસીજીની ડિઝાઇનર ફર્મ પૉપુલસે જ તૈયાર કરી છે. આ મોટેરા સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.

3000 કાર, 10,000 ટૂવ્હિલરની પાર્કિંગ વ્યવસ્થાઃ નથવાણી

સ્ટેડિયમની આધારશિલા જીસીએના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી અને સંયુક્ત સચિવ જય શાહે રાખી. નથવાણીનું માનીએ તો સ્ટેડિયમ બન્યા બાદ લોકો લોર્ડ્સની જગ્યાએ અમદાવાદ ક્રિકેટની મજા માણવા લાગશે. આ સ્ટેડિયમમાં લગભગ ત્રણ હજાર કાર અને 10 હજાર દ્વિચક્રી વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા થશે. સ્ટેડિયમમાં ત્રણ પ્રવેશ દ્વાર હશે. જેનું નિર્માણ કોર્પોરેટ બોક્સના વેચાણ અને સંઘના ખુદના ફંડ અને બીસીસીઆઇથી મળેલ સહાયથી થશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTમંદી નો માર : પારલે G 10000 કર્મચારીને છુટા કરશે…….!!!

COMMENTS

Wordpress (0)
Disqus (0 )