રાજપીપળા ખાતેભારતીય જનતા પાર્ટીના આધ્યસ્થાપકદીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસની ઉજવણી કરાઈ.
રાજપીપળામા લોકડાઉન દરમ્યાન થયેલ સેવાકાર્યોની રાજપીપળા શહેર અને તાલુકાનાભાજપાની ઇબુકનુ લોન્ચીંગ કરાયુ
રાજપીપળા,તાર૫
રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના આધ્યસ્થાપક દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસની ઉજવણી
ભાજપાના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતીમાં કરવામા આવી હતી. આ પ્રસંગે રાજપીપળામા લોકડાઉન દરમ્યાન થયેલ સેવાકાર્યોની
રાજપીપળા શહેર ભાજપાની અને નાદોદ તાલુકાના ઈ બુકનુ લોંન્ચીંગ પણ કરવામા આવ્યુ હતુ. આજે રાજપીપળા એપીએમસીના
સભાખંડમાનર્મદા સુગર અને ભરુચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિહ
ગોહીલ,રંજ્ઞબા ગોહીલ, અરવિંદભાઈ પટેલ, કમલેશ પટેલ તથા ભાજપાના આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતીમા દીનદયાળ
ઉપાધ્યાયજીની તસવીરને પુષ્પાંજલી અર્પી હતી, અને તેમના સેવાકાર્યોને યાદકરાયા હતા, અને તેમના આદેશ પર કાર્યકરોને આગળ
વધવા અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે રાજપીપળા શહેર ભાજપાની ઇબુકનુલોન્ચીંગ જિલ્લા મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, અને તાલુકાની ઈ બુકનું લોન્ચીંગ
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે લોંચીંગ કરવામા આવ્યુ હતુ.જેમા રાજપીપળા શહેર ભાજપા અને તાલુકાનાકાર્યકરો દ્વારા લોકડાઉનના ૪૫ દિવસ સુધી સેવા કાર્યો કરવામા આવ્યાહતા, જેમાં જરુરીયાતમંદોને અનાજનું કીટ વિતરણ, રાશન,
માસકવિતરણ, સેનેટાઇઝર બોટલનુ વિતરણ, ભુખ્યાને ભોજન, જેવા સેવા કાર્યોભાજપાના કાર્યકરોએ ગામડાના અંતરિયાળ ‘ , ,
વિસ્તારોમાં જઇને ગરીબ તથા જરૂરીયાતમંદો સુધી સેવાની કામગીરી કરી હતી, તેમજ રાજપીપળા શહેરમાંથી પસાર થતા પ્રવાસીઓશ્રમીકો માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ કરી હતી, દુખના સમયે લોકોની મદદ માટે ભાજપાના કાર્યકરો લોકોની પડખે રહયા હતા
એ તમામ સેવા કાર્યોની ઇબુક તૈયાર કરવામાં આવી હતી.જેનું લોન્ચીગ આજે એપીએમસી ખાતે નર્મદા જિલ્લા ભાજપાના મહામંત્રી
ગજેન્દ્રસિંહ જાડેજા અને નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે
રાજપીપળા શહેર ભાજપા પ્રમુખ
રમણસિંહ રાઠોડ, મહા મંત્રી અજીત પરિખ, રાજેન્દ્ર પટેલ, મહીલા મોરચાના મનીષા ગાંધી પાલીકા સદસ્યા
કીજલ તડવી. તથા
પ્રતિમા પટેલ સહીત પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા,
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપળા