ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક

ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી મોટા ભાગના રોડ-રસ્તાઓ, કોલોનીનાં રોડ-રસ્તાઓ, પેટા રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અને ઘણી જગ્યાઓએ ઉંડા ખાડા પડી જતા તેમાં વરસાદના પાણી ભરાઈ જતાં વાહન ચલાવતા જોખમરૂપ બનેલ છે. રોડ રસ્તાઓ પર ખાડા હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો સર્જાય છે. સારી ગુણવત્તાવાળાં રોડ રસ્તાઓ અને સારી સગવડો આપવા માટે શહેરીજનો પાસેથી દર વર્ષે લાખો રૃપિયાનો ટેક્ષ પેટે નગરપાલિકા વસૂલ કરે છે છતાં નાગરિકો માત્ર “ખાડા રાજ” મળેલ છે. જેથી નાગરિકો વારંવાર ખરાબ રોડ-રસ્તાઓ નાં કારણે અકસ્માતનો ભોગ બને છે. તેમજ વ્હીકલોના મેઈન્ટેનન્સ વધુ આવવાથી આથિઁક મુશ્કેલી ઉદભવાથી માનસિક ત્રાસ સહન કરવો પડે છે. રોડ રસ્તાઓ પર કોંકીટ/ ડામરની નાની કાકરીઓ અને ખાડા પડી ગયા હોવાથી ઉત્પન્ન થતાં ધૂળનાં રજકણો શ્વાસમાં ભળવાથી અસ્થમા જેવી ભયંકર બીમારી થવાની શક્યતા વધી જાય છે. જેથી શહેરીજનો નોકરી, ધંધા, રોજગાર માટે જવામાં માનસિક ત્રાસ અનુભવે છે. આવા રોડ રસ્તાઓના કારણે કાયમી શારીરિક અને માનસિક ખોડખાંપણ થવાનાં કે જાનહાન થવાનાં ભયમાં આવી જવાનાં કારણે શહેરીજનો ધંધા/રોજગારી પર જઈ શકતાં નથી અને આકસ્મિક કામ સબબ ફરજિયાત કોઈપણ જગ્યાએ જવાનાં સંજોગો ઉભા થાય ત્યારે સતત માનસિક ત્રાસ અનુભવે છે.

ભારતીય બંધારણનાં આટિૅકલ 21 માં સમાવિષ્ટ જીવન જીવવાના અધિકારમાં ભારતીય નાગરિકોને ખોરાક, કપડાં અને આશ્રયનો અધિકાર, રહેવા માટે વાજબી રહેઠાણનો અધિકાર, પ્રદુષણ રહિત પયાૅવરણનો અધિકાર, સ્વચ્છ શહેરમાં રહેવાનો અધિકાર પણ શામેલ છે.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા શહેરીજનોનાં રહીશો પાસેથી ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વિગેરે વાહનો ખરીદતી વખતે નગરપાલિકા ટેક્ષ વસૂલ કરે છે. તેમજ નાગરિકો પાસેથી વિવિધ પ્રકારનાં ટેક્ષ નગરપાલિકા દર વર્ષે વસૂલવામાં આવે છે. આ ટેક્ષ પેટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને શહેરીજનોને સારા રોડ (ખાડા વગરનાં), રોડ પરનાં ઢોર હટાવી ટ્રાફિકને અડચણરૂપ ન થાય, રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટો ચાલુ હોય જેથી અકસ્માત ન થાય, તેવી કામગીરીઓ કરવી/કરાવવી તે માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓ, સદર સેવા આપવા જવાબદાર છે તેમજ શહેરનાં નાગરિકોને સેવા પૂરી પાડવી આપની ફરજમાં આવે છે. પ્રભાસ પાટણ – વેરાવળ તેમજ કોલોનીનાં મુખ્ય અને પેટા રોડ સારી ગુણવત્તાવાળાં (ખાડા ન પડે તેવા) બનાવવા, ટ્રાફિકને અડચણરૃપ દબાણ, ઢોર સહિતના દૂર કરવા આપની “સેવામાં” આવે છે.

આ ફરજો સક્ષમપણે ન બજાવવા માટે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓની ફરજમાં બેદરકારી દર્શાવવાનાં લીધે રોડનાં ખાડા, રોડ પર બેસતાં- રખડતાં ઢોરનાં કારણે શહેરીજનો માનસિક ત્રાસ, આઘાત અને અસુવિધાઓ થઈ રહી છે તે અંતર્ગત પ્રભાસ પાટણ શહેરનાં યુવા- જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને સેવામાં બેદરકારી, ખામી ઉણપ અંગે 5,90,000 ની રકમનો દાવો દિન-7 માં વળતર પેટે ચુકવવાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કાનુની નોટીસ ફટકારી છે.

બશિર ગોહેલ (ગિર-સોમનાથ)

CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળા સહકારી જિનીંગ પ્રેસીંગ, એન્ડ કોટનલિ.રાજપીળાની વ્યવસ્થાપક ચુટણીમા ઘનશ્યામ પટેલની પેનલ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )