વાંકાનેર ના શાકભાજીખેડૂતો માટે ખુશખબર

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વાંકાનેર ખાતે હવે કોરોના વાયરસ અંતર્ગત મોટાભાગના ધંધા-રોજગાર મંદીની ઝપટમાં આવી ગયા છે ત્યારે વાકાનેર પંથકના ખેડૂતોના અને નાના ધંધાર્થીઓ ને હાલાકીનો સામનો ના કરવો પડે તેવા હેતુસર એ.પી.એમ.સી. – વાંકાનેર સંચાલિત, શાકભાજી દ્વારા શાકભાજીના ખેડૂત વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાત્રે પણ શાકભાજીના હરાજી નું નક્કી કરવામાં આવ્યું છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે
એ.પી.એમ.સી. – વાંકાનેર સંચાલિત, શાકભાજી માર્કેટ (જુના દાણાપીઠ – વાંકાનેર) ખાતે સોમવાર તા. 28/9/2020 થી શાકભાજીની હરરાજી રાત્રે પણ કરવામાં આવશે.

હાલ સવારે 5:00 વાગ્યે શાકભાજીની હરરાજી કરવામાં આવે છે એમ
આગામી સોમવારથી સવારે 5:00 વાગ્યે અને રાત્રે 9:00 વાગ્યે એમ 2 વખત શાકભાજી ની હરરાજી કરવામાં આવશે.

જેની સર્વે ખેડૂતો અને વેપારીઓએ નોંધ લેવા વિનંતી.

નોંધ: નીચેના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(1) કોરોના સમયે એક વખતે ભીડભાડ ઓછી રહેશે.
(2) દાણાપીઠ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે.
(3) ખેડૂતોને શાકભાજી વેચવા માટે સવાર અને રાત એમ 2 સમય મળશે.
(4) ખેડૂતો અને વેપારીઓ માટે વાંકાનેર શાકભાજી માર્કેટ સહિત, મોરબી અને રાજકોટ યાર્ડનો પણ વિકલ્પ રહેશે.

 • શકીલ પીરઝાદા (એડવોકેટ)
  ચેરમેન: એ.પી.એમ.સી. – વાંકાનેર

આરીફ દીવાન, મોરબી.

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )