નર્મદા જીલ્લા લકઝરી બસ ઓનર્સ એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

કોરોનાનો કહેર હજુ યથાવત હોવાથી લકઝરી પેસેંજર બસોના માલીકો છેલ્લા ૬ મહિનાથી મુશ્કેલી મામૂકાતા લકઝરી બસ
ઓનર્સ એસોસીએસવાળાની હાલત કફોડી

સ્કુલો, પ્રવાસો, બંધ હોવાને કારણે બસ માલીકો બેક હપ્તા ભરવા માટે અસક્ષમ છે. બસોનાલીન હતા નભરી
શકતા બેંક ખાતા એન.પી.એ તથા ખુબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહયા છે.

હાલમાં ધાર્મીક યાત્રા પ્રવાસો, સ્કુલ પ્રવાસો ભારત દેશમાં તમામ ફરવા લાયક સ્થળો અને શુભ પ્રસંગો બંધ
હોવાને કારણે અને કોરોનાના ભઇથી પ્રવાસીઓ હજુ પ્રવાસ માટે નીકળતા ન હોવા ટ્રાન્સપોર્ટ ઉધ્યોગ સદંતર બંધ

રાજપીપળા,તા.રપ

નર્મદા જીલ્લા લકઝરી બસ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ દુષ્યતસિંહ તથા ઉપપ્રમુખ જીગર પટેલે જીલ્લા
કલેકટરને આવેદનપત્ર આપ્યુહતુ.
જેમાં જણાવ્યું છે કે અમારી સંસ્થા નર્મદા જીલ્લા લકઝરી બસ ઓનર્સ
એસોસીએસનનામથી રાજપીપળા ખાતે ચાલી રહી છે. સમગ્ર નર્મદા જીલ્લામાં અંદાજીત ૩૦થી વધુ ખાનગી
પ્રવાસી બસોનું સંચાલન થઇ રહયુ છે.જેમાઅમારુ વાહનનચલાવવુ તો નોનયુઝ મુકવા માટે જે એડવાન્સટેક્ષ
ભરવો પડતો હોય છે. આ પ્રથા નાબુદ કરીનગર એડવાન્સ ટેક્ષ ભરે અમારુ વાહન નોનયુઝ સ્વીકારવામાં આવે
તેમજ સરકારએ આપેલ રોડ ટેક્ષ રાહતની અવધી ૩૦ સપ્ટેમ્બર ૨૦મા સમાપ્ત થાય છે. પરંતુ હાલની
પરિસ્થિતીને ધ્યાનમાં લઇ અમોને આવ્યવસાય માટે ૧૨ માસ સુધી કોઈ ભવિષ્ય જણાતું નથી. જેથી કરીને અમો
આપને વિનંતી કરીએ છીએ કે અમોને અગામી ૧ ૨ માસ માટે રોડ ટેક્ષમાં રાહત આપવા વિનંતી કરી છે . લોકડાઉનના ૩
માસ દરમ્યાન અને હાલ સુધી એટલે કે ૬ મહિનાથી અમો વ્યવસાય નકરી શક્ય હોય ,બેકના હપ્તા ભરવામાં
અને વ્યાજમાં રાહત આપવા. વીમાની અવધીમા છ મહિનાન એક્ષટેન્સન અપાવવા વિનંતી કરી છે.
તેમની રજૂઆત
અનુસાર કોરોનાની મહામારીમા લકઝરી પેસેંજર બસોના માલીકો છેલ્લા ૬ માસથી ખુબ
મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્કુલો , પ્રવાસો, બંધ હોવાને કારણે બસ માલીકો બેક હપ્તા ભરવા માટે
અસક્ષમ છે. બસોના લોન હપ્તા ન ભરી શકતા બેંક ખાતા એન.પી.એ તથા ખુબ મોટી મુશ્કેલીનો સામનો કરીરહયા
છે. હાલમાં ધાર્મીક યાત્રા પ્રવાસો ,સ્કુલ પ્રવાસી ભારત દેશમાં તમામ ફરવા લાયક સ્થળો અને શુભ પ્રસંગો બંધ
હોવાને કારણે અને કોરોનાના ભઇથી પ્રવાસીઓ હજુ પ્રવાસ માટે નીકળતા નહોવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સદંતર બંધ , ,
છે.જેના કારણે અમારા વ્યવસાયને થયેલ માંડી અસર પડી છે. અમારો ધંધો બંધ હોવાને કારણે અમોએ લીધેલ
લોનના હપ્તાઓ પણ ભરી શકેલ નથી. અમારા પરીવારનું ભરણપોષણ કરવું ખુબ મુશકેલ છે.

પોઇન્ટટુ પોઇન્ટની માટે સરકારના ગાઈડલાઈન પ્રમાણે ૫૦ % પેસેન્જર્સ બસમાં લઇ જવાના હોય તેમજડીઝલમાં અસહયભાવવધારાને ધ્યાનમાં લઈ જો બસ માલીકો ભાવ વધારે તો પેસેન્જરને પરવડે એમ નથી અનેજુના ભાવ પ્રમાણે બસ માલીકોને પોસાય તેમ નથી.આ સંજોગોમાં ધ્યાનમાં લઈને અગામી ડીસેમ્બર ૨૦ સુધી
પબ્લીક ટ્રાન્સપોર્ટ ઉધ્યોગ રાબેતા મુજબ થાય તેવા કોઇ સંજોગો જણાતા નથી. આવા સંજોગો અમારો વ્યવસાય

મૃત:પ્રાય પરિસ્થિતિમાં ધકેલાઇ જશે અને તેનાથી અસંખ્ય બેકારીનો વ્યાપ વધશે. જે અંગે ઘટતુ કરવા રજૂઆત કરાઇ છે.

તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )