આમોદ- સરભાણ – માતર રોડ કિ.મી. ૦ થી ૧૬/૦ પર કિ.મી. ૮૦ થી ૧૦૦ વચ્ચે આવતાં જુના આર્ચ – મેશનરી પ્રકારના કલવર્ટને તમામ પ્રકાના વાહનો માટે સદંતર બંધ કરવા કરાયેલું જાહેરનામુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

કાર્યપાલક ઈજનેરશ્રી , ( મા × મ ) સ્ટેટ વિભાગ , ભરૂચના ઓએ તેઓના વિભાગ હસ્તકના સરભાણ માતર રોડ કિ.મી. ૦/૦ થી ૧૬/૦ પર કિ.મી. ૦/૮૦ થી ૧૦૦ વચ્ચે આવતાં જુના આર્ચ-ર્મેશનરી પ્રકારના કલવર્ટ આમોદ થી સરમાણ તરફ જતાં ડાબી બાજુએ ભારે વરસાદના કારણે તૂટી જવા પામેલ હોય આ કલવર્ટ એ જુનું મેશનરી પ્રકારનું હોય મલ્ટીએકક્ષલ વાહનો અને ભારે ભારવાહક વાહનો પસાર થાય તો આ કલવર્ટને વધુ નુકશાન થાય તેમજ કોઈ દુર્ઘટના બને તેમ છે . જે ધ્યાને લઈ સરભાણ માતર રોડ કિ.મી. ૦૦ થી ૧૬ પર કિ.મી. ૮૦ થી ૧૦૦ વચ્ચે આવતાં જુના આર્ચર્મેશનરી પ્રકારના કલવર્ટને તમામ પ્રકારના વાહનોની અવર – જવર માટે બંધ કરવો આવશ્યક જણાતાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ , ૧૯૫૧ ની કલમ -૩૩ ( ૧ ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂ એ તારીખ -૨૫ / ૦૯ / ૨૦૧૦ થી તારીખઃ ૨૪ / ૧૦ / ૨૦૨૦ સુધી દિન -૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે આમોદ સરભાણ – માતર રોડ કિ.મી. ૦/૦ થી ૧૬ / o પર કિ.મી. ૮૦ થી ૧૦૦ વચ્ચે આવતાં જુના આર્ચ – મેશનરી પ્રકારના કલવર્ટને તમામ પ્રકારના વાહનો માટે સદંતર બંધ કરવા આથી હુકમ કરવામાં આવેલ છે .

સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કરજણ તેમજ પાલેજ તરફથી આવતાં ભારે વાહનો માટે સરભાણ ચોકડી થી દોરા – કોઠી વાંતરસા – કુરચણ – સમની થઈ આમોદ તરફ જઈ શકાશે . ભરૂચ તરફથી આવતાં ભારે વાહનો સમા હોટલ ત્રણ રસ્તા આમોદ થઈ જંબુસર તરફ જઈ શકશે . બંને તરફથી આવતાં નાના , દ્વિચક્રી તથા ચાર પૈડાવાળા વાહનો આમોદ ગામમાંથી પસાર થઈ શકશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચે એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે .

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )