દેડીયાપાડાના પારસી ટેકરા વિસ્તારમા રહેતા માથાભારે ઇસમ વિરુદ્ધ ગેર-આચરણ અને ધાક ધમકીની ફરિયાદ નોંધાઈ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  


રાજકીય વગ ધરાવનાર માથાભારે ઇસમ
સામે દારૂ જુગાર/પ્રોહીબિશન અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનામાટે એક વર્ષ માટે તડીપાર કરવામા આવ્યો હતો.
અબુધ આદિવાસી છોકરીઓને ફસાવી તેમની ઈજ્જત આબરૂ લૂંટવા નો પણ તેના પર ગંભીર આરોપ.
હવે આરોપી સામે પાસાની કાર્યવાહી થાય તેવા ચક્રો ગતિમાન.
રાજપીપલા,તા.16
દેડીયાપાડાના પારસીટેકરા વિસ્તારમા રહેતાં ઇસમે પોતના ઘરના વાડાના ભાગે તમે ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે.
આવેલ પાણીના બોરમાથી પાણીનો બગાડ નહીં કરવાનુ જણાવતાં ઉશકેરાયેલા માથાભારે શખ્સે એ ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા દિનેશભાઈ છગનભાઈ વસાવાએ પોતાના વાડામાં બોર કરાવેલ હતો. આજુબાજુમાં રહેતા લોકો પીવાનું અને રોજિંદા વપરાશનું પાણી ભરે છે.પરંતુ નજીકમાં રહેતો માથાભારે આરોપી આસિફ ઉર્ફે પયો અશરફ હુસેન ત્યાં અવારનવાર ફોરવીલર અને ટુ-વ્હીલર ગાડી ધોઈ પાણીના બગાડ કરતો હોઈ દિનેશભાઈએ પાણીનો બગાડ કરવાની ના પાડતા આસિફ ઉર્ફે પયા એ ઉશ્કેરાઈ જઈ તારા બાપનો બોર નથી એમ કહી માં બેન સમી ગાળો દઈ જાન થી મારી નાખવાની ધમકી આપતો હતો.દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ સેક્શન 12(એ) મુજબ તથા પ્રોહીબિશન તથા આઈપીસી – 498, 341, 323, 504 તથા એટ્રોસીટી એકટ મુજબના સેક્શન 3(2)5(એ) મુજબના ગુનાઓ નોંધાયેલા છે. અને એસસી, એસટી સેલ ડી.વાય.એસ.પીને આગળની કાર્યવાહી સોંપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય વગ ધરાવનાર માથાભારે આસિફે ઉર્ફે પયા સામે દારૂ જુગાર પ્રોહીબિશન અને એટ્રોસિટી જેવા ગંભીર ગુના પોલીસના ચોપડે નોંધાયેલ હોય તેને એક વર્ષ માટે તડીપાર કરવામા આવ્યો હતો.ઉપરાંત બદકામ કરવાના ઇરાદે અબુધ આદિવાસી છોકરીઓ ને ફસાવી તેમની ઈજ્જત આબરૂ લૂંટવા નો પણ તેના પર આરોપ છે. અગાઉ પણ એક પરણિત આદિવાસી મહિલાને ભગાડી ગયો હતો. અને હાલ પણ દારૂ જુગાર અને ચોરી જેવી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓમા સંડોવાયેલ હોવાનુ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
આ આરોપીને પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટે તા.30-07-2019 થી 1વર્ષ ની મુદત માટે તડીપાર કરવામાં આવેલ છે.હવે તેની સામે પાસાની કાર્યવાહી થાય તેવા ચક્રો ગતિમાન થઈ રહ્યા છે .

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTજુના ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેસ કેમ્પનું આયોજન
OLDER POSTરાજપીપળા મુખ્ય જેલના 131 કેદીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )