શેરપુરા ગામના પાસા આરોપી મુક્ત થતાં કાઢેલ સરધસ બાબતે ગુનો દાખલ કરતી ભરૂચ શહેર “ એ ” ડીવીઝન પોલીસ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા ભરૂચ વિભાગ , ભરૂચ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં વિશ્વમાં ચાલી રહેલ કોરોના કોવીદ ૧૯ વાયરસ મહામારી અન્વયે સરકાર શ્રી તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેનો ભરૂચ શહેર એ ડીવી.પો.સ્ટે.દ્રારા શેરપુરા ખાતે અમલ કરાવવા જતા તા .૧૮ / ૦૪ / ૨૦૨૦ ના રોજ શેરપુરા ગામના મોહસીન ઇનાયત પટેલ ( ડીપોટી ) ઉ.વ ૩૩ રહે , શેરપુરા , ડીપોટી ફળિયુ , તા.જી. ભરૂચ નાનો તેની રીક્ષા નંબર GJ 16 Y 2729 ની લઇને આવતા પોલીસ કર્મચારી એ તેને રોકી પુછપરછ કરતાં આરોપી મોહસીને પોલીસ પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી ઝપાઝપી કરી ડ્રેસના શર્ટના બટન તથા ડ્રેસ ફાડી સાહેદ હોમગાર્ડ નાઓને પણ કપાળના ભાગે જોરથી મુક્કો મારી ઇજા પહોચાડી સરકારી કામમા ફરજમાં રૂકાવટ કરી ફરી તથા સાહેદોને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ડી.એમ સા.ના જાહેરનામાનો ભંગ કરી બીનજરૂરી કામ વગર પોતાની રીક્ષા લઇ ફરવા નીકળી નાસી જઇ ગુનો કરેલ હોય તે બાબતે અત્રેના પો.સ્ટે . મા ગુ.ર.નંબર ૧૧ ૧૯૯૦૧૦૨૦૦૩૦૯/૨૦૨૦ ઇ.પી.કો. ફિલમ ૨૬૯,૩૩ ૨,૩૫૩ , ૧૮૬,૧૮૮,૫૦૪ , ૫૦૬ ( ૨ ) જી પી એક્ટ ૧૩૯ , ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧ ( બી ) તથા મહામારી અધિનિયમ ૩ મુજબ દાખલ કરેલ છે . જે આધારે આરોપીને તા .૨૯ ૦૪ / ૨૦૨૦ ના કલાક ૨૨/૪૫ વાગે અટક કરવામાં આવેલ જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરી છે , જીલ્લા મેજીસ્ટેટ સા.શ્રી ભરૂચ નાઓ તરફ મોકલી આપતાં તેઓની કચેરી હુકમ નંબર POL / PASA / DET / કેસ નંબર ૧૬/૨૦૨૦ તા , ૧૧/૦૫/૨૦૨૦ થી પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા આધારે સામાવાળા મોહસીન ઇબ્રાહીમ ડીપોટી રહે , શેરપુરા તા જી.ભરૂચને તા . ૧૪ / ૦૫ / ૨૦૨૦ ના કલાક ૧૪/૦૦ વાગે અટક કરી સામાવાળા ને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામા આવેલ .
સદર પાસા અટકાયતી નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી પાસા મુક્ત થતાં શેરપુરા ગામે તા .૧૩ / ૦૬ / ૨૦૨૦ ના રોજ આશરે સાંજના કલાક ૧૮/૦૦ વાગ્યા બાદ શેરાપુરા ગામના કેટલાક લોકોએ તેના સ્વાગત માટે કોઇપણ જાતની મંજુરી વિના સરધસ કાઢેલ જે બાબતે આરોપીઓ ( ૧ ) મીનહાઝ હાઉન ડીપોટી ( ૨ ) નઝીર અબ્દુલ્લા ડીપોટી ( ૩ ) મીનહાઝ ઇનાયત પટેલ ( ૪ ) મોહસીન ઇનાયત પટેલ ( ૫ ) મુસ્તકીન ઇનાયત ડીપોટી ( ૬ ) સદ્દામ ઉર્ફે તોસીફ અબ્દુલ ડીપોટી ( ૭ ) હનીફ ઉર્ફે મુન્નો અબ્દુલ્લા ડીપોટી ( ૮ ) સમીર સઇદ જંબુસરવાલા ( ૯ ) ગાડી નંબર GJ 01 AZ 5107 નો ચાલક આશીમ સઇદ જંબુસરવાલા જે તમામ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ ૧૮૮ , ૨૬૯ , ૨૭૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) તથા એપેડીમીક એક્ટની કલમ ૩ તથા એમ.વી.એક્ટ ૧૨૩,૧૭૭ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTઅંક્લેશ્વર શહેર માંથી ચોરીમાં ગયેલ મો.સા. સાથે આરોપીને ઝડપી પાડી વાહનચોરી નો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી
OLDER POSTઆજે ૧૪ જૂન…વિશ્વ રક્તદાત્તા દિવસે રક્તદાત્તાઓને નમન……..થીમ ૨૦૨૦ :”મારા જીવનને બચાવવા બદલ આભાર”

COMMENTS

Wordpress (0)
Disqus (0 )