કોરોના અપડેટ: અમરેલી જીલ્લા માં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા, અને એક દર્દી નું દુ:ખદ અવસાન થયું.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

(જીલ્લા માં કોરોના નું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.)

અમરેલી તા.૧૩ જુન
અમરેલી જીલ્લા માં જાણે કોરોના નો કહેર વધી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે પોઝીટીવ કેસો ની સંખ્યામાં વધારો થય રહ્યો છે. અગાઉ ૨૦ પોઝીટીવ કેસ જીલ્લા માં નોંધાય આવ્યા છે જેમા થી ૩ દર્દીઓ ના દુ:ખદ અવસાન પણ થય ગયા છે. જ્યારે ૧૦ દર્દીઓએ કોરોના ને માત આપી ને ઘરે ગયા છે. ત્યારે જીલ્લા માં આજે તારીખ ૧૩ જુન ના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે તેમજ એક દર્દીનું દુ:ખદ અવસાન થયેલ છે. આના કારણે હાલ તંત્ર ની ઉપાધી મા વધારો થયો છે.
આજે જે નવા કેસ આવ્યા છે તેમા ગઇકાલે જે ધારી તાલુકા ના ભાડેર ગામના ૨૦ વર્ષીય યુવાન નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેમના ૪૭ વર્ષીય પિતા નો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવ્યો છે. તેઓ તારીખ ૯ જુન ના અમદાવાદ થી ભાડેર આવ્યા હતા. જ્યારે બીજો કેસ અમરેલી ના ચિતલ રોડ પર રહેતા ૫૨ વર્ષીય તબીબ પુરૂષ નો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવ્યો છે. તેઓ તારીખ ૯ જુના કોરોના વાયરસ ના કારણે મૃત્યું પામેલા ૮૦ વર્ષીય વૃધ્ધ માતા ના સંપર્ક મા આવ્યા હતા. તેના કારણે તેમને પણ સંક્રમણ થયા ની માહિતી મળી રહી છે.
જ્યારે બે દિવસ પહેલા નાની વડાળ ગામના ૭૦ વર્ષીય વૃધ્ધા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેઓ નું આજ રોજ દુ:ખદ અવસાન થયેલ છે.
આજે આવેલ પોઝીટીવ કેસો ના કોન્ટેક્ટ માં આવેલા તમામ ના ટ્રેસીંગ ની કાર્યવાહી તેમજ દર્દીઓ ના રહેઠાણ ની આસપાસ ના વિસ્તાર ને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કરવા ની કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે.
અમરેલી જીલ્લા માં ૪ દર્દીઓ ના કોરોના વાયરસ ના કારણે દુ:ખદ અવસાન થયા છે. જ્યારે ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૨૦ પોઝીટીવ કેસમાં થી હાલ ૮ એક્ટિવ કેસ છે.

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTડાંગ ની માઁ શબરી ફળ ફુલ સહકારી મંડળી ખેરીન્દ્રા ના સંચાલક દ્વારા પિપલદહાડ ગામે મોંધા ભાવે બિયારણ વેચાણ કરી ખેડુતો ને લુંટી રહયા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે
OLDER POSTકોરોના (COVID-19) અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, આણંદ દ્વારા કરવામાં આવેલ કામગીરી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )