નર્મદા જિલ્લામાંથી પ.બંગાળના પાંચ તાલુકાઓ માંના 201 શ્રમિકો તથા મદ્રેસાના વિદ્યાર્થીઓ સહિત ને રાજપીપળાથી વતનમાં પ.બંગાળ જવા રવાના કરાયા.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેવડીયા મદરેસામાં અભ્યાસ કરતાં 16 પૈકી પશ્ચિમ બંગાળના 10 વિદ્યાર્થીઓને પણ વતન મોકલાયા.
રાજપીપળાથી બસમાં વડોદરા રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા.
રાજપીપલા એસટી ડેપોથી મેડીકલ ચેક અપ કર્યા બાદ લોકડાઉનમાં અટવાયેલા શ્રમિકોને 5 બસો માં વડોદરા જવા રવાના કરાઈ.

નર્મદા જિલ્લાના ૫ તાલુકાઓમાં પ.બંગાળ માંથી આવેલા પરપ્રાંતિયોની વહીવટીતંત્ર દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરાવીને 5 જેટલી બસો દ્વારા વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળના રવાના કર્યા હતા છેલ્લા બે મહિનાથી અટવાયેલા પરપ્રાંતીઓ 201 જેટલા લોકોને વતનમાં મોકલવાની તંત્ર તરફથી વ્યવસ્થા કરાઇ હતી જેમાં કેવડીયા મદરેસામાં અભ્યાસ કરતાં 16 પૈકી પશ્ચિમ બંગાળના 10 વિદ્યાર્થીઓને પણ વતન મોકલાયા હતા આ અંગે બે મહિના પછી શ્રમિકો અને પોતાના વતન માં જવાની તક મળતા ખુશી વ્યક્ત કરી હતી.
નર્મદા જિલ્લામાં 201 જેટલા શ્રમિકો જે વિવિધ કામોમાં રોકાયેલા હતા લોકડાઉનને કારણે અટવાઇ ગયા હતા અને વતન જઈ શકતા ન હતા તેમણે રાજપીપળા થી પાંચ જેટલી બસોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને વડોદરા મોકલાયા છે. ગુજરાતી પશ્ચિમ બંગાળની પેસેન્જર ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા હોવાનું નાંદોદના મામલતદાર ડીજે પરમારે જણાવ્યું હતું કે આ અગાઉ બિહાર રાજ્યના 144 શ્રમિકોને બેબસ દ્વારા તેમના વતન તંત્ર દ્વારા રવાના કરાયા હતા.
આ અંગે કેવડીયા મદ્રેસા ના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે એક વર્ષથી કેવડિયામાં મદરેસામાં ભણીએ છીએ અમે અમારા વતન પશ્ચિમ બંગાળમાં જવું છે. લોકડાઉનને કારણે બીજા રાજ્યમાં જઈ શક્યા ન હતા હવે પરવાનગી મળતાં અમે પ.બંગાળ જવાની તક મળી છે, એ માટે અમે તંત્રના આભારી છીએ મદ્રેસામાં 300 વિવિધ રાજ્યોના હતા તેમાંથી બિહાર જતા રહ્યા અમે 16 જણા બાકી હતા જેમાં 10 પ બંગાળના અને 6 આસમ ના છે તેમાં અમે 10 જણાને પ.બંગાળમાં જવાની તક મળી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTતિલકવાડા તાલુકાના રેંગન કોલોની થી વાસણા જવાના રોડ ઉપર મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત કરતા રાહદારીનું મોત.

COMMENTS

Wordpress (0)
Disqus ( )