નર્મદાની મોટાભાગની શાળાઓમાં ધોરણ 12 સાયન્સના માર્કશીટનું વિતરણ કામગીરી શરૂ કરાઈ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પણ કોઈ વિદ્યાર્થી,વાલીઓ કોરોના ને કારણે માર્કશીટ લેવા આવ્યો જ નહીં !!
12 સાયન્સ ની માર્કશીટ શાળાઓને આપી દેવાઈ.
કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દીધી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાના પરિણામો ૧૭મી મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ગુરૂવારે વિદ્યાર્થીની માર્કશીટ શાળાઓને આપી દેવામાં આવી હતી અમુક શાળાઓ એ ગુરુવારના દિવસે વિદ્યાર્થીઓને માર ભેટ આપવાનું ચાલુ કર્યું હતું જ્યારે મોટાભાગની શાળાઓમાં આજે ૨૯મી તારીખે માર્કશીટનું વિતરણ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી પણ કોરોના લોકડાઉન અને અતિશય ગરમીને કારણે કોઈ વાલી કે વિદ્યાર્થી માર્કશીટ લેવા જ આવ્યું ન હતું તો કેટલાક વિદ્યાર્થી સુધી પહોંચાડવાની કાર્યવાહી પણ કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ 17 મેને રવિવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જોકે લોકડાઉનને પગલે વિદ્યાર્થીઓને પરિણામ ના દિવસે માર્કશીટ આપવામાં આવી ન હતી.મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ નું માપ કીટનું વિતરણ સોશિયલ ડિસ્ટસ્ટિંગ સાથે કરવાનું નક્કી કરાયું હતું, પણ કોઈ લેવા આવ્યું ન હતું. કેટલીક સ્કૂલોમાં માર્કશીટ આપી હતી, તે પણ ગણાગાંઠિયા હતા, હવે ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ નીટ અને જેઈઈ માટે હજુ બે મહિના જેટલો સમય રાહ જોવી પડે તેમ છે વિદ્યાર્થીઓ એ ઘરે બેઠા પ્રેક્ટિસ કરવાનો સમય મળ્યો છે ગુજકેટની પરીક્ષા પણ જુલાઈ મહિનામાં યોજાવાની છે પ્રથમ માળ વિદ્યાર્થીઓને માર્કશીટ પરિણામ જાહેર થયાના દસ દિવસ બાદ આપવામાં આવી રહી છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTકેવડિયા ખાતે નર્મદા નિગમની જમીનમાં ફેન્સીંગની સરકારી કામગીરીમાં અડચણ રૂપ થતાં આરોપી સામે કાર્યવાહી હાથ ધરાઇ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )