અંકલેશ્વર જીઆઇડીસી માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં દોડધામ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડીપીએમસી ના  ત્રણ  ફાયર ફાઈટરે આગ ઉપર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહિ 

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જૂની ફાર્મા કંપની પાસે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક  આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી ત્રણ જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી .

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ યુનિક ફાર્માસ્યુટિકલ્સ કંપની પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ગુરૂવારની મોડી સાંજે આગ ભભૂકી ઉઠાઈ હતી  આ આગ  ઝુંપડા ની સાથે ઝાડી ઝાંખરા માં ફેલાઈ જતા વધુ વિકરાળ બનતા  અંકલેશ્વર ડી.પી.એમ.સી ફાયર સ્ટેશન માંજાણ  કરવામાં આવતા  ૩ ફાયર ટેન્ડરો સાથે ફાયટરો આવી પહોચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટના માં 10 થી વધુ ઝુંપડાઓ બાલી ને ખાખ થઇ ગયા હતા જો કે ઝુંપડાઓમાં કોઈ  રહેતું ન હોવાના કારણે જાનહાની તળી હતી 

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદમાં આહિર સમાજ દ્વારા અપાયું આવેદનપત્ર

COMMENTS

Wordpress (0)
Disqus (0 )