ભરૂચ જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લેતા લાભાર્થીઓ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

NFSA અને NON-NFSA-BPL કાર્ડધારકોને તા.૨૭ મે સુધી નિયત કરાયેલ જથ્થા મુજબનું વિતરણ કરાશે

તા.૨૨/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના સંક્રમણ સાથે લોકડાઉનમાં રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે વિનામૂલ્યે અનાજ વિતરણનો સરાહનીય નિર્ણય લીધો છે. આ નિર્ણય સંદર્ભે ભરૂચ જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ ત્રીજા તબક્કાનો પ્રારંભ તા.૧૭ મે થયો હતો.
તા.૧૭ મે થી NFSA અને NON-NFSA-BPL કાર્ડધારકોને ઘઉં, ચોખા, ખાંડ ઉપરાંત દાળ અને મીઠાના નિયત કરાયેલ જથ્થા મુજબનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કુલ NFSA ધારકો – ૧૫૩૯૬૧ છે જે પૈકી આજદિન સુધીમાં કુલ – ૧૧૧૪૮૭ NFSA ધારકોએ તથા NON-NFSA-BPL કાર્ડ ધારકો – ૧૦૮૨૧ છે જે પૈકી આજદિન સુધીમાં કુલ – ૩૫૭૦ NON-NFSA-BPL કાર્ડધારકોએ લાભ લીધેલ છે. આવા કાર્ડધારકોને તા.૨૭/૦૫/૨૦૨૦ સુધી વિતરણ કરવામાં આવનાર છે એમ જિલ્લા પુરવઠા અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTભરૂચ જિલ્લામાં કુલ-૩૭ પોઝીટીવ કેસ
OLDER POSTમનરેગા હેઠળ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુભાલ ગામે ૭૦ મજૂરોને મળતી રોજગારી ઘરઆંગણે

COMMENTS

Wordpress (0)
Disqus ( )