આગામી ઈદના તહેવારને અનુલક્ષી વાંકાનેર શહેર પોલીસ મથકે બેઠક યોજાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલ કોરોના વાયરસના પગલે દેશભરમાં વિવિધ ધર્મોનાં ધાર્મિક સ્થળો પર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે ત્યારે આગામી ઈદના તહેવારને અનુલક્ષી વાંકાનેર શહેર પોલીસ મથકે મોરબી DySP ના અઘ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં સર્વ અધિકારીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ વાંકાનેર શહેર અને પંથકનાં મુસ્લિમ બિરાદરોને આગામી રમઝાન ઈદની નમાઝ મસ્જિદના બદલે પોતપોતાના ઘરે જ પઢવા અનુરોધ કર્યો હતો. તેમજ કોરોના વાયરસની તકેદારીના અન્ય સુચનોનું પાલન કરવા પણ અપીલ કરી હતી.

આ બેઠકમાં મોરબી DySP DG ચૌધરી, શહેર PI હર્ષવર્ધન રાઠોડ, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, મહંમદ રાઠોડ, અબ્દુલભાઈ હાલા, કારૂભાઈ ચૌહાણ સહિત મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આરીફ દીવાન, મોરબી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ધરોલીયા ના કોરોના પોઝિટિવ ૩ યુવકોએ આજે ૧૦ દિવસ ની સારવાર લઇ કોરોના ને મ્હાત આપી સાજા  થતા ત્રણ યુવકોને આજે બોડેલી ની બોડેલી- ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે નાં COVID-19 સેન્ટર માંથી રજા આપવામાં આવી હતી.  

COMMENTS

Wordpress (0)
Disqus (0 )