વેરાવળ માં નવો રસ્તો બનાવવા ની માંગણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજ રોજ તા, 21/05/20 ના રોજ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી દિનેશભાઇ રાયઠઠ્ઠા ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ સુયાણી દ્વારા વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નં,10 ના વિસ્તારમાં માં ધણા સમયથી શેરી ગલ્લિઓ માં રોડ રસ્તાઑ તૂટી ગયેલ છે, તેની તાત્કાલી ધોરણે નવા બનાવવા ની માગણી કરેલ, હતી, અગાવ આ વોર્ડના નગર સેવકશ્રી સ્વ,રમાબેન કિશોરભાઇ સુયાણી દ્વારા છેલ્લા ૪ વર્ષ થી ધણીબધી અરજીઓ કરેલ,તેમ છતાં આજ દિવશ સુધી કોઈ પણ જાત ની કાર્યવાહી કરવામાં આવેલ નથી, અમો બંને કાર્યકરો દ્વારા ફરીથી આજ વિસ્તાર ના રોડ (૧) સોનિબજાર મુલ્લા શેરી (૨) સોનિબજાર દેરાસર પાસે ડો. જતિન સાહેબ વાળી શેરી (૩) સોનિબજાર નટવર પાન સામેની ગલ્લી (૪) ત્રિકમરય મંદિર ની બાજુની ગલ્લી તેમજ માળી શેરી (૫) મકલાઈ શેરી (૬) ચૌહાણ શેરી (૭) વખારિયા બજાર માજી પટેલશ્રી ત્રિકમભાઈ ના જૂના ધર પાસે નો રોડ (૮) જૂના ભોયવાડા પંચેશ્વર મંદિર વાળી શેરી (૯) પીપળા વાળી શેરી ભોયવાડા, (૧૦) બકાલા માર્કિટ થી લઈ ગાંધી ચોક તેમજ સરકારી કન્યા શાળા સુધી મેઇન રોડ ના રોડ રસ્તાઓ નવા બનાવવા માટે રજૂઆત કરેલ તેમજ સ્થળ ખરાઈ કરાવવા વેરાવળ ચીફ ઓફિસર સાહેબ તથા લાગતાં વળગતાઑ પાસે માગણી કરેલ, અને હાલમાં ચોમાસુ ની રૂતુ નજીકમાં આવતું હોય તો આ બાબત ની ગંભીરતા લાવી આ કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવે અને આ રજૂઆત બાબતે ચીફ ઓફિસર સાહેબશ્રી એ મૌખિત કહેલું કે આ તમામ કામો મંજૂર થયેલા છે, અને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે, તેવું એક અખબાર યાદી દ્વારા જણાવવામાં આવે છે,

મહેન્દ્ર ટાંક, સોમનાથ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTડીઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન્ટ તૈયાર કરવા માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓની મળેલી બેઠક
OLDER POSTવાંકલ સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા ૩ ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું…..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )