કેવડિયા પંથકના લોકોની સમસ્યાના નિવારણ માટે સિક્કા શિક્ષિત આદિવાસીઓ આગળ આવી સરકારમાં યોગ્ય રજૂઆત કરશે તો પરિણામ ચોક્કસ આવશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેવડિયાના છ ગામ ના આદિવાસી ના પ્રશ્નો ને ન્યાય આપવા ભાજપના આગેવાન અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા પણ આગળ આવ્યા છે.

કેવડિયામાં ફેન્સીંગ વાડ નો મુદ્દો આદિવાસીઓની જમીન હડપી લેવા સરકારના પ્રયાસ સામે કેવડિયાના ગામના આદિવાસીઓ માં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આદિવાસી આગેવાનો પણ આદિવાસીઓની લડતમાં સમર્થનમાં જોડાયા છે જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા આંદોલનને ઉગ્ર બનાવવા આદિવાસીઓને ન્યાય આપવા સમર્થન કરી ચૂક્યા છે ત્યારે બીજી તરફ ભાજપના આગેવાન અને સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા પણ આગળ આવ્યા છે.
નિરંજન વસાવાના જણાવ્યા અનુસાર ૭૦ વર્ષથી બલિદાન આપી હાડમારી ભોગવી રહેલા કેવડીયા અને આજુબાજુના ગામોમાં આદિવાસીઓની સમસ્યાનું નિવારણ લાવવા મેદાને પડેલા સરપંચ પરિષદના નિરંજન વસાવાએ ભણેલા-ગણેલા આદિવાસીઓને એક થઈને આગળ આવવા હાકલ કડી છે.કેવડિયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, અને ગોરા આ 6 ગામનો વિસ્થાપનનો પ્રશ્ન 1961-62 થી ચાલુ છે,70 વરસથી ઉકેલ લાવવા આ ગામોના ભણેલા, નોકરિયાતો એ કરેલાં પ્રયત્નો જનપ્રતિનિધિશ્રીઓ અને સંગઠનો સુધી યોગ્ય રીતે પહોંચ્યા નથી, એવું કેમ ? આદિવાસી સમાજના લોકોને અન્યાય થાય એની સામે લડવાની સમગ્ર સમાજ તેમજ દરેક સમાજ ની ફરજ અને જવાબદારી પણ સમગ્ર સાચી હકીકત જણાવવી જોઈએ અને કેવી રીતે સરકાર અન્યાય કરી રહી છે એ જણાવવું જોઈએ કારણ કોઈપણ સાચી માહિતી જાણતા ના હોય તો લોકો સમર્થન માટે આગળ આવતા નથી એ આપણે આરસીબીની લડત દરમિયાન અનુભવ્યું છે, 1956 થી આ ભૂલ ચાલતી હતી જે 1978 માં સુધારવી જોઈતી હતી, એ ના સુધારી પરિણામે 2017 માં આપણે જાગ્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી સતત સોશ્યલ મીડિયામાં સાચી હકીકત જણાવીને આપણે એ પ્રશ્નને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શક્યા. કેવડીયા પંથકના લોકોની સમસ્યા ઘરમૂળ થી નિવારણ લાવવા માટે શિક્ષિત આદિવાસીઓ આગળ આવી સરકારમાં યોગ્ય રજૂઆત કરીશું તો પરિણામ ચોક્કસ આવશે તેમ નિરંજન વસાવાએ જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ લોકો ના ખાતાઓમાં 1000 રૂપિયા નાખવામાં આવશે કહીને ખાતા નંબર અને ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા
OLDER POSTહાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન ની પહેલા પહેલા પ્રાયવેટ બેંકો દ્વારા લોન ના રૂપે ધિરાણ અને હવે લોકડાઉન ની મધ્ય માં ઉઘરાણા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )