સંતરામપુર અને કડાણા તાલુકામાં સોશિયલ distance નું પાલન નહીં થતું હોવાનું જોવા મળે છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર અને કડાણા તાલુકામાં સોશિયલ distance નું પાલન નહીં થતું હોવાનું જોવા મળે છે સંતરામપુર અને કડાણા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના નું સંક્રમણ પ્રસરતા કેસો જોવા મળે છે આ તાલુકા સંપૂર્ણ આદિવાસી તાલુકો છે.આ તાલુકાઓ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે મહિસાગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ તારીખ૧૫/૦૫/૨૦૨૦ ના રોજ કલાક ૧૭ ની સ્થિતિ એ કોરોના ના કુલ 48 કેસ નોંધાયેલ છે . મહિસાગર જિલ્લામાં કોરોના નાના 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયેલ છે અને હાલ બાર કેશ એક્ટિવ જોવા મળે છે.
અને એકનું મોત થયેલ છે ધીમે ધીમે પણ મક્કમ ગતિએ કોરોનાનુ વધતુ સંક્રમણ જોવા મળી રહેલ છે. કોરોના સંક્રમણ થી કેશો જિલ્લામાં દેખાઇ રહેલ હોવા છતાં કોરોનાના ટેસ્ટીંગ સેમ્પલો લેવાની કામગીરી જિલ્લામાં ધીમી પડેલ જોવા મળે છે. અને જે કુટુંબમાંથી કોરોના નો કેસ પોઝિટિવ આવેલ હોય તેમ છતાં પણ એ કુટુંબની અન્ય વ્યક્તિઆના જરૂરી સેમ્પલો લેવાની કાર્યવાહી ઝડપી કરાતી નથી અને તેથી સંક્રમણ થવાની શક્યતાઓ વધતી જોવા મળે છે. જિલ્લા અને તાલુકામાં કોરોના ના સેમ્પલો લેવાની કાર્યવાહીમાં બ્રેક લાગેલ જોવા મળે છે જે યોગ્ય જણાતું નથી.
સંતરામપુર નગરમાં લોકડાઉનનો અમલ અને પ્રતિબંધિત વિસ્તારમાં જાહેરનામ ના અમલને સોશિયલ distance ની અમલવારી થતી નથી એટલું જ નહીં નાના શાકભાજી વાળા અને ફુટવાળાને વેપારીઓને હેરાન પરેશાન કરાય છે જ્યારે ધંધો બંધ રાખવાના દિવસોમાં પણ કેટલાક મોટા દુકાનદારો વહેલી સવારમાં ધંધા કરતા અને ગામડાના વેપારીઓ ને અનાજ કરીયાણા નો માલ સામાન કાઢી આપતા હોય છે તેવા તત્વો ની સામે નગરપાલિકા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરતી નથી ???
અને નાના છૂટક ધંધા કરનારા ને હેરાન પરેશાન કરી જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને દંડ વસૂલાય છે આમ બે ધારી નીતિ થી રોષ જોવા મળે છે. જે વિસ્તારમાં કોરોના નો કેસ આવે તે વિસ્તારને પ્રતિબંધિત કરાય છે અને તે વિસ્તારમાં ધંધા-રોજગાર બંધ કરાય છે તેમ છતાં નગરમાં તેનું ચુસ્તપણે પાલન કરાતું નથી અને એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ જોવા મળે છે.
નગરમાં દવા ખરીદવા તબીબી સારવાર અર્થે બેંકમાં જતાં અને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી અર્થે જતી વ્યક્તિઓને ખોટી રીતે હેરાન કરી બાઈકની ચાવી લઈને દંડ વસૂલાય છે અને હેલ્મેટ પહેરેલો નથી તેમ દર્શાવી મેમો અપાય છે ને દંડ વસૂલાયો છે જો હેલ્મેટ માટે આમ પ્રજાને મેમો અપાય તો પોલીસ સ્ટાફ પણ હેલ્મેટ પહેર્યા વગર બાઈક પર અવરજવર કરતા હોય છતાં ટ્રાફિક જમાદાર તેમના સ્ટાફને કેમ મેમો આપવામાં અચકાય છે ને ભેદભાવભરી નીતિ રખાય છે.???
કાયદો દરેક માટે સમાન છે lockdown માં આમ પ્રજાને નગરજનોને અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગ્રામ્ય આદિવાસી પ્રજાને ખોટી રીતે પોલીસે કે ટ્રાફિક પોલીસ હેરાન પરેશાન કરે નહીં અને માનવીય અભિગમ પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અપનાવાય તે પણ એક મહત્વ નું જણાય છે મહિસાગર જિલ્લાના કોરોના પીડિત દર્દીઓને જિલ્લામાં જ તમામ સુવિધાઓ તબીબી ઉપલબ્ધ થાય તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવાય અને કોરોના ના સેમ્પલો માં માસ સેમ્પલિંગની કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

સંતરામપુર
ઇન્દ્રવદન વ પરીખ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTહવે ખાનગી કોવિડ હોસ્પિટલ મનમાની નહીં કરી શકે : રાજ્ય સરકારે લગાવી લગામ, CM રૂપાણી કરશે આ મોટુ એલાન

COMMENTS

Wordpress (0)
Disqus (0 )