અંકલેશ્વર શહેર પોલીસે લૉકડાઉનનો અમલ ન કરનાર 23 વાહનો ડિટેઇન એક દુકાન સામે કાર્યવાહી અને માસ્ક વગર ફરતા 25  ને દંડ..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અંકલેશ્વર શહેર પોલીસે શુક્રવારના રોજ  લૉકડાઉનનો અમલ ન કરનાર 23 વાહનો ડિટેઇન કર્યા હતા તેમજ 25 માસ્ક વગર ફરતા ઇસમોને દંડ ફતકારી એક દુકાન સામે પણ કાર્યવાહી કરી હતી.

અંકલેશ્વરમાં વેપારી મંડળ દ્વારા સ્વયંભૂ રીતે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખવાની મંજૂરી મેળવી હતી. તેમજ જાહેર નામા ની સરતો નુ પાલન કરવાની શરતે દુકાનો ખોલી રહ્યા છે  તેમ છતાં કેટલાક દુકાનદારો દુકાન મા સોસીયલ ડિસ્ટન્સ ન જાળવતા  અંકલેશ્વર શહેર પોલીસે કડક પગલાં લેતા એક દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ કારણ વગર બહાર નીકળેલા વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતા બહાર નીકળનાર 23 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લૉકડાઉનના આટલા દિવસો બાદ પણ માસ્કની ગંભીરતા અને અનિવાર્યતા ન સમજનાર 23 જેટલા લોકો પાસેથી 12500 રૂપીયા નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની સુચના અને શહેર પી.આઇ ઓ.પી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.પી. ચૌહાણ તથા સ્ટાફે આ કામગીરી કરી હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTદિયોદર લાયન્સ કલબ દ્વારા સફાઈ કામદારોને કીટ આપી સન્માન કરાયું…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )