ચકલીઓના માળા ની ભરૂચ ની વિવિધ સોસાયટીઓમાં નિઃશુલ્ક વહેંચણી કરવામાં આવી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તથા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓના બચાવ માટે પાણી અને ખોરાક રાખવા માટેના બર્ડ ફિડરો અને ચકલીઓના માળા ની ભરૂચ ની વિવિધ સોસાયટીઓમાં નિઃશુલ્ક વહેંચણી કરવામાં આવી અને જીવદયા નું એક ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાનું પાણી ન મળવાને કારણે તેમનો મૃતદર વધી જતો હોય છે. આવા અબોલ પક્ષીઓના બચાવ માટે સામાજિક વનીકરણના સહયોગ થી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ સંગીતાબેન ધોરાવાલા અને સદસ્યો હેમાંગીનીબેન મકવાણા, ભાવનાબેન વ્યાસ દ્વારા પક્ષીઓ માટે ના કુંડાઓ અને માળાઓની નિઃશુલ્ક વહેંચણી ભરૂચ ના વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં કરવામાં આવી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા નાગરિકો ને વિનમ્ર અપીલ કરવામાં આવી કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને બચાવવા માટે તેઓ પણ પોતાના ઘરની છત પર અથવા તો બાલ્કની માં પક્ષીઓના માટે પાણીના કુંડા અને ખોરાક ની વ્યવસ્થા કરે જેથી પક્ષીઓ ભુખ્યા તથા તરસ્યા મરે નહિ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTડાંગ ની ભગત મંડળી દ્વારા વઘઇ નગર માં લોકો ને આયુર્વેદિક ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યુ
OLDER POSTપાન, માવા, ગુટકા સિગરેટ નો જથ્થો પકડી પાડતી સુરેન્દ્રનગર નગરપાલિકા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )