ભરૂચ જિલ્લાના પ્રજાજનો પોતાની સોસાયટીમાં થતી અવર – જવર પર નિગરાની રાખે -: કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

કોરોના કોવિડ-19 અંગેના તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવા માટે જિલ્લામાં ચાલતાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ ખાતે સમયમાં જિલ્લામાં ચાલતા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતાં અધિકારીઓ સાથેની એક બેઠક ગઈકાલે મોડી સાંજે કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ કોરોનાની સામે કડક અમલવારી કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લામાં આવેલી નગરપાલિકાના ચીફ ઓફિસરોને વેપારીઓ પોતાની દુકાનમાં ફરજીયાત માસ્ક પહેરે, ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખે અને વેપારીઓ પોતની દુકાનમાં સેનેટાઈઝર પણ રાખે તેવી જરૂરી સુચના આપી હતી. તદઉપરાંત જિલ્લા તેમજ શહેરમાં આવેલી સોસાયટીઓમાં વસવાટ કરતાં પ્રજાજનો પણ અવર – જવર પર નિગરાની રાખવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ જિલ્લા તેમજ શહેરમાં આવેલ સોસાયટીઓમાં વસવાટ કરતા પ્રજાજનો અવર જવર પણ રાખે. વધુમાં સમાહર્તાશ્રીએ જિલ્લાઓમાં આવેલા ઔદ્યોગિક સેક્ટરોમાં પણ અવર જવર કરવામાં આવતાં કંપનીના પોતાના મેડીકલા અધિકારી હોય તો તેના દ્વારા વાહન ચાલકો તેમજ ક્લીનરોની યોગ્ય ચકાસણી બાદ જ પ્રવેશ આપે તેવી જરૂરીયત ઉપર ભાર મૂક્યો હતો અને આ જરૂરીયાત લોકડાઉન થાય તો પણ ચાલુ રાખવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકડાઉન તા.૧૭ મી મે સુધી લંબાવવામાં આવ્યું છે.
વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લામાં કોઈપણ વિસ્તાર કન્ટેઈનમેન્ટ કે કોર એરિયા જાહેર થાય ત્યાં પણ કડકમાં કડક અમલવારી થાય તે જરૂરી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા અરોગ્ય અધિકારીશ્રી, જિલ્લાના કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઅમદાવાદ માંથી છેલ્લા ૮ દિવસમાં ૪૫ હજારથી વધુ પરપ્રાંતીઓ ને પોતાના વતન મોકલાયા…
OLDER POSTઆજની સ્થિતિએ ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ પોઝીટીવ કેસ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )