ગ્રામ્ય વિસ્તારના પત્રકારોની આરોગ્યની ચિંતા કરતા ડો.હિતેન્દ્રભાઈ પટેલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલમાં દેશ માં કોરોના વાઇરસ નો કેર વર્તાઈ રહ્યો છે તેવામાં પોતાના જીવના જોખને સમગ્ર ભારતભરના પત્રકારો પોતાની અડીખમ સેવાઓ આપી રહ્યા છે તેવામાં ગુજરાત સરકાર સમક્ષ પણ પત્રકારોને પણ અન્ય કર્મચારીઓ ને જેમ વીમા કવચનો લાભ આપવા માટે રજુવાતો વારંવાર કરવા છતાં પણ આ લાભ આજદિન સુધી અપાયો નથી.તેમ છતાં પણ પોતાના જીવન જોખમે પત્રકારો પોતાને સેવા થકી દેશ દુનિયાની ખબરો પહોંચાડવાનું કામ નિષ્ઠા પૂર્વક કરી રહ્યા છે.
હાલમાં કોરના વાઇરસ ની ભલે કોઈ દવા નું સંશોધન થયું નથી પણ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પર સરકાર પણ જોર આપી રહી છે તેવામાં વડોદરા જિલ્લામાં આવેલી JNHMC હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી અને આરોગ્ય ભારતી, વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ ઘ્વારા સમાજના દરેક પત્રકારોને હોમીઓપેથીકની ARS ALB 30(આરસેનીક આલ્બ 30) દવા ભરેલી 100 નંગ ડબ્બીઓ આજે પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વડોદરા શહેર ભા.જ.પા ના ઉપ પ્રમુખ ડો.હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત મીડિયા એસોસિએશન ના પ્રમુખ અને મનમંચ સાપ્તાહિક ના તંત્રી મયુર શેઠ ને આપવામાં આવી હતી.ગ્રામ્ય વિસ્તાર માં પત્રકારોને આપવા માટે અપાઈ હતી.

ગુજરાત મીડિયા એસોસિએશન તરફથી ડો.હિતેન્દ્રભાઈ પટેલ નો પત્રકારોની ચિંતા કરવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
NEWER POSTકોરોના વાયરસ બાબતે બેદરકારી ભર્યુ કૃત્ય કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ
OLDER POSTકોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હવે સારવારના ૧૦ દિવસ પછી RT-PCR ટેસ્ટ કર્યા વિના ડિસ્ચાર્જ આપી શકાશે

COMMENTS

Wordpress (0)
Disqus (0 )