વડોદરા શહેર-જિલ્લાના ૧.૨૭ લાખ ઉપરાંત નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકો એ   વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આજે રેશનકાર્ડનો છેલ્લો અંક ૭ અને ૮ હોય તેઓને અનાજ વિતરણ થશે

અનાજ લેવા આવનાર કાર્ડધારકો એ માસ્ક પહેરવાનું રહેશે: આધારકાર્ડ  સાથે લઈને આવવાનું રહેશે

APL-1 રેશન કાર્ડ ધારકો ને અન્ય જરૂરિયાત મંદો ની તરફેણમાં અનાજનો લાભ જતો કરવા કલેકટરશ્રી ની અપીલ

રાજ્ય સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વડોદરા શહેરના ૨.૮૨ લાખ અને ગ્રામ્યના ૧.૩૫ લાખ સહિત જિલ્લાના કુલ ૪.૧૭ લાખ  નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને  તા. ૧૨ મે સુધી વાજબી ભાવની ૮૦૧ દુકાનો પરથી રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં., ૦૩ કિ.ગ્રા. ચોખા, ૦૧ કિ.ગ્રા.ખાંડ તથા ૦૧ કિ.ગ્રા. ચણા/ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ થયો છે.

શુક્રવાર સુધી વડોદરા શહેરના ૭૩૯૮૧ અને ગ્રામ્યના ૫૩૯૨૪ સહિત કુલ ૧,૨૭,૯૦૫ લાખ રેશનકાર્ડ ધારકો ની ૫.૩૨ લાખ વસતિ એ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો હોવાનું કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું છે.

 કલેકટર શાલિની અગ્રવાલે  APL-1 રેશન કાર્ડ ધારકો ને અન્ય જરૂરિયાત મંદો ની તરફેણમાં અનાજનો લાભ જતો કરવા અપીલ કરી છે.

કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિમાં અનાજના વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને ભીડભાડ ન થાય તે માટે નોન એન.એફ.એસ.એ. APL-1 રેશનકાર્ડ ધારકો તબક્કાવાર રીતે વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકે તે માટે રેશનની દુકાનો પર શિક્ષક, સિવિલ ડિફેન્સ સ્ટાફ, પોલીસ,સ્થાનિક પ્રતિનિધિઓ,એન.જી

ઓ નો સહયોગ લેવામાં આવ્યો હતો. આ તમામ ને માસ્ક સનેતાઈઝર   તેમજ દુકાનદારોને  માસ્ક , ગ્લોઝ, સેનેતાઇઝર પુરા પાડવામાં આવ્યા છે.

આ વિતરણ વ્યવસ્થા હેઠળ જે રેશનકાર્ડ ધારકોના  રેશનકાર્ડનો (  બુકલેટ નો નહિ)છેલ્લો અંક ૭ અને ૮ છે તેઓને આજે અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ છેલ્લો  અંક ૯ અને ૦ હોય તેવા રેશનકાર્ડધારકને તા. ૧૧ મે ના રોજ નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં જે કાર્ડ ધારક પોતાના નિર્ધારિત દિવસે અનાજ મેળવી શકતા નથી તો તેઓએ પછીના અન્ય દિવસે નહીં પણ સીધા જ તા.૧૨/૫/૨૦૨૦ ના દિવસે જ અનાજ  આપવામાં આવશે.

રેશનકાર્ડ ધારકોએ રેશન કાર્ડ અને ઓરિજનલ આધાર કાર્ડ અને બોલપેન પણ સાથે લઇ જવાના રહેશે. રેશન કાર્ડમાં ફરજીયાત નોંધ કરાવવી અને ત્યાં રાખેલ રજીસ્ટરમાં સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે.અનાજ મેળવવા માટે એક જ વ્યક્તિએ આવવું. જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. અને અનાજ લેવા આવનાર કાર્ડ ધારકો  એ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )