કોરોના વોરિર્યસ…..રાહુલ રાઠવા છેલ્લા ચાર વર્ષથી ધારપુર મેડિકલ કોલેજ પાટણ ખાતે‌ ઇમર્જન્સી ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવે છે,

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હાલમાં કોરોનાની મહામારી એ વિશ્વ આખાને ભરડામાં લીધો છે અને તેની સામે લડવા માટે અનેક યોધ્ધા ઓ વોરિયર્સ બની ને લડી રહ્યા છે એમાના સૌથી વધુ જોખમી કહી શકાય તેવી કોરોના વોરિયર્સ તરીકે ની ફરજ એટલે કોરોના આઇસોલેશન વોર્ડ માં ની નર્સિંગ સ્ટાફ.
આમ તો રાહુલ રાઠવા છેલ્લા ચાર વર્ષથી ધારપુર મેડિકલ કોલેજ પાટણ ખાતે‌ ઇમર્જન્સી ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવે છે, પરંતુ હાલ કોરોના મહામારી વચ્ચે કોરોના સેન્ટરમાં ઘણા દિવસથી પોતાની બે વર્ષની બાળકીથી દુર પરીવારની પરવા કર્યા વગર “કોરોના વોરિર્યસ ” તરીકેની તેમની ફરજ બજાવી રહ્યા છે.
કવાંટ ના રાહુલ રાઠવા છેલ્લા ચારેક વર્ષ થી પાટણમાં રહીને સ્ટાફ તરીકેની ફરજ બજાવે છે પરંતુ તેમના પરિવાર ના બે વર્ષ ની બાળકી સહિત માતા કાજલ પોતાના વતન કવાંટ ખાતે આવ્યા બાદ લોકડાઉન ના લીધે કવાંટ ખાતે જ ફસાઈ ગયા હોય,
રાહુલે તેમની બે વર્ષ ની અેંજલ થી છેલ્લા ૪૦ દિવસથી ૩૫૦ કિલોમીટર દૂરપાટણ ખાતે‌ રહીને પોતાની બખૂબી રીતે જવાબદારી નિભાવી રહ્યા છે, રાહુલે સમય મળ્યે વ્હોટસએપ વિડિયો કોલ ના માધ્યમથી પાટણ થી ક્યારેક હોસ્પિટલ થી જ એંજલ સાથે વાર્તાલાપ કરી લેતા, જેથી ટીવી પર PPE પહેરેલા કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા સીન જોતાં જ મારા પપ્પા આવ્યા કહી ને ખુબ જ ખુશ થઈ તાલીઓ પાડવા લાગે છે. આજે દિકરી એજલ પણ આ મહામારી થી બચવા લોકોને પોતાનાં પપ્પા ની આ સેવાનુ પોસ્ટર બનાવી લોકોને " સ્ટે હોમ " નો સદેશો આપી રહી છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTછેલ્લા 13 દિવસ થી અંબાજી એન એસ યુ આઈ દવારા જરૂરિયાત મંદ લોકો ને ભોજન આપવામાં આવ્યું…

COMMENTS

Wordpress (0)
Disqus (0 )