રાજપીપળામાં વેપારીઓનું બપોર પછી સ્વયંભૂ લોકડાઉન.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા જિલ્લાને ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા રાજપીપળાના વેપારીઓની સ્વયંભૂ કવાયત
કલેક્ટરે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ની પરવાનગી આપેલ હોવા છતાં રાજપીપળાના વેપારીઓ બપોરે 1 જ સ્વયંભૂ દુકાનો બંધ કરી દે છે.
ઓરેન્જ ઝોનમાં આવેલ નર્મદા જિલ્લામાં ત્રીજા તબક્કાના લોકડાઉનમાં જિલ્લા કલેક્ટરે કેટલીક છૂટછાટો સાથે સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો છે, છતાં રાજપીપળાના વેપારી બંધુઓએ નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોન માંથી ગ્રીન ઝોનમાં આવે માટે રાજપીપળાના વેપારીઓ સવારે 8 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી બપોર પછી સ્વયંભૂ બજારો બંધ કરી લોક ડાઉન નિયમોનું પાલન કરી રહ્યા છે જેમાં રાજપીપળાના વિવિધ વેપારી મંડળના પ્રમુખ અને સભ્યોએ સામે ચાલીને નર્મદા જિલ્લાના કલેકટર ને લોકડાઉન ને વધુ ચુસ્ત બનાવવાની માંગ કરી છે તેથી રાજપીપળા માં વેપારીઓએ સવારના 8 થી બપોરના ૧1 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને ત્યાર બાદ બપોર પછી સંપૂર્ણ દુકાનો બંધ રાખવી એવો નિર્ણય લઇ વેપારીઓ બપોર પછી સ્વયંભૂ દુકાનો બંધ રાખવી એવો નિર્ણય લઇ વેપારીઓ બપોર પછી સ્વયંભૂ દુકાનો બંધ રાખી લોકડાઉનના નિયમો નુ સામે ચાલીને પાલન કરવાની વેપારીઓની હકારાત્મક બાબત સામે આવી છે. અને વેપારીઓને નર્મદા જિલ્લાને વહેલી તકે ગ્રીન ઝોનમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે
આ અંગે વિવિધ વેપારી મંડળના પ્રમુખ જયેશ ગાંધીએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં કોરોના ના 12 પોઝિટિવ કેસ થયા હતા પણ આ તમામ લોકો સાજા થઈ ગયા છે હવે નર્મદા જિલ્લામાં કોરોનનો એક પણ પોઝિટિવ કેસ નથી ત્યારે 21 દિવસ પછી એટલે કે 15 મી મે સુધીમાં જો કોઇ કેસ પોઝિટિવ નહીં આવે તો 15 મી મે થી નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોન માંથી ગ્રીન ઝોનમાં આવી જશે, ત્યારે અમારી પણ એવી લાગણી છે કે નર્મદા જિલ્લો ગ્રીન ઝોન માં આવી જશે. અમને કલેક્ટરે તો સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી પરવાનગી આપેલ છે. છતાં પણ રાજપીપળાના વેપારીઓ ઈચ્છે છે કે નર્મદામાં હવે ફરી કોરોના નો પગ પરસેવો ન થાય તે માટે અમે વેપારીઓએ સ્વયંભૂ બજારો બપોર પછી બંધ રાખવાનું નક્કી કરીને રાજપીપળામાં બપોર પછી 1 વાગ્યા પછી બંધ રાખી સ્વયંભૂ લોકડાઉન કરી દઈએ છીએ.
આ અંગે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ વડા રાજેશ પરમારે જણાવ્યું હતું કે હાલ નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોન માંથી પણ પ્રજાને અમને ખૂબ સારો લોકડાઉનના નિયમો પાળવા માટે સહકાર મળી રહ્યો છે. વિવિધ વેપારી મંડળ, અનાજ કરિયાણાના વેપારી, ફરસાણનાં વેપારીઓ સ્વયંભુ પોતાની દુકાનો બંધ રાખે છે. અને તંત્રને સંપૂર્ણ રીતે સહકાર આપે છે. તે જોતા એવું લાગે છે કે ટૂંક સમયમાં નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોન માંથી ગ્રીન ઝોનમાં આવી જશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવડોદરાથી ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો સ્ટે વિસ્તારની હદમાં આવી અતિ સંવેદનશીલ નોવેલ કોરોનો વાયરસના જાહેરનામાનો ભંગ કરનાર ૦૧ બેન વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ
OLDER POSTકોરોના સંકટમાં એતિહાસિક ઇમારત વિજય ચોક ની દુર્દશા…..

COMMENTS

Wordpress (0)
Disqus (0 )