સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે કોરોના નો પગ પેસારો થતાં તંત્ર દોડતું થયું.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર ………ઇન્દ્રવદન પરીખ……..ધ્વારા

બટકવાડા ગામની પરણીત બાઈ ફતીબેન મનીષભાઈ ભમાત અમદાવાદમાં મજુરી કરતી હોઈ લોકડાઉન થતાં આ ફતીબેન ને અન્ય ખાનગી વાહનમાં અમદાવાદથી બટકવાડા માર્ચ નાં છેલ્લા વીકમાં આવેલ અને તેણીની ફતેપુરા તાલુકાના ભીચોર ગામે પણ કેટલાક દિવસ રોકાયેલ ને એપ્રિલ-૨૦૨૦ નાં બીજા વીકમાં બટકવાડા પતિ ને ઘરે આવેલ.
આ ફતીબેન મનીષભાઈ ભમાત ની તબિયત બગડતાં તેણી ને લુણાવાડા ખાનગી દવાખાને પ્રથમ લઇ જવાયેલ અને ત્યાંથી લુણાવાડા સરકારી હોસ્પિટલમાં પછી મોકલાયેલ હતી. જ્યાં આ ફતીબેનનું સારવાર દરમ્યાન ૧૪/૦૪/૨૦૨૦ ના રોજ મૃત્યું થતાં ફતીબેન ના સબંધી ઓ તેમની ડેટ બોડી લઇ બટકવાડા આવેલ અને અંતિમવિધિ કરેલ.
ફતીબેન અમદાવાદથી આવેલ હોઈ આરોગ્ય વિભાગ ધ્વારા ફતીબેન ને તેમના કુટુંમ્બ ના સેમ્પલ પણ કોરોના સંદર્ભમાં લેવાયેલ જેમાં આ ફતીબેન ને અંબાબેન ભમાતના સેમ્પલ ફરી લઇ માંગાવાયેલ હોવાનું જાણવા મળે છે.
આરોગ્ય વિભાગ ધ્વારા ફતીબેન નું મરણ થતાં સેમ્પલ મેળવેલ નહી ને અંબાબેનનું સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલેલ જેમાં ભમાત અંબાબેન રહે. બટકવાડાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવેલ ને અગાઉ તેમના કુટુમ્બ ના ફતીબેન સિવાયનાઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવેલ.
બટકવાડામાં ચર્ચાતી લોક ચર્ચા મુજબ ફતીબેનનું મોત થતાં તેમની લૌકિક વિધિ પણ કરાયેલ ને તેમાં સગા સબંધી વિગેરે હાજર રહેલા હતાં.
કોરોના પીડિત ભમાત અંબાબેન તેમની વહુની જોડે (ફતીબેન) દવાખાનામાં ગયેલ હતાં અને તેમને સંક્રમણ થી કોરોના નો ચેપ લાગેલાનું અનુમાન છે.
ફતીબેનનું મોત શંકાસ્પદ જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મરનાર ફતીબેન ને અંબાબેન ભમાત નાં સંપર્ક માં આવેલ તમામની તંત્ર ધ્વારા તપાસ હાથ ધરાયેલ છે અને સંપર્કમાં આવનારની સંખ્યા પણ વધુ નીકળે તેમ જાણવા મળે છે. બટકવાડાની આ ઘટનામાં તાલુકાનું આરોગ્ય વિભાગે જો ઘટનાની જાણ થતાં ત્વરીત પગલા અગમ ચેતિના ભરેલ હોત તો આ સ્થિતિનું નિર્માણ થાત નહી.
સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી ધ્વારા અન્ય વિભાગ સાથે જરૂરી સંકલન નહી રાખતું હોવાનું અને સંતરામપુર સ્થીત બ્લોક હેલ્થ કચેરી નાં વહીવટમાં સંકલન નો અભાવ ને ઉણપ જોવા મળે છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTરાજપીપળામાં શાકભાજી માર્કેટમાં કોરોના સંક્રમણને અટકાવવા નગરપાલિકા અને પોલીસ તંત્રનો નવો સારો પ્રજાલક્ષી નિર્ણય.
OLDER POSTનાંદોદ તાલુકાના બોરીદ્રા ગામે લોકડાઉનમાં દિવ્યાંગ દીકરીને રમત રમાડી બાળકોને મોબાઈલ શિક્ષણની માહિતી આપતા શિક્ષકની અનોખુ શિક્ષણ અભિયાન

COMMENTS

Wordpress (0)
Disqus (0 )