બોડેલી અને સંખેડા તાલુકાના કેળ પકવતા ખેડૂતોને વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો વિફર્યા :  ૨૦ કિલોના રૂપિયા ૧૫૦/- નો ભાવ ન મળે ત્યાં સુધી કટીંગ નહીં કરવા ખેડૂતો મક્કમ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


બોડેલી અને સંખેડા તાલુકાના કેળ પકવતા ખેડૂતોને વેપારી દ્વારા યોગ્ય ભાવ નહિ અપાતાં ખેડૂતોએ વિડિઓ કોલિંગ અને મોબાઇલ ફોનથી કેળા પકવતા ખેડૂતો સાથે ચર્ચા કરી ૨૦ કીલો ના રૂપિયા  ૧૫૦/- નો  આવતીકાલથી આ બંને તાલુકાના ખેડૂતોએ ભાવ ન મળે ત્યાં સુધી કેળાનું કટીંગ નહીં કરવાનું અને કેળનો પાક વેપારીઓને નહિ આપવાનું નક્કી કરતા કેળાના વેપારીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે.              દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના ના સંક્રમણને અટકાવવા ૨૧ દિવસના લોકડાઉનના પહેલા તબક્કા બાદ બીજા તબક્કામાં લોકડાઉન નો સમય લંબાવતા ખેડૂતોએ પકવેલ તમામ અનાજ,શાકભાજી સહીત પાકોમાં વેપારી તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે. નાના નાના લારીઓવાળા, છૂટક એજન્ટો દ્વારા બજારમાં છૂટક પાકને ઉંચા ભાવે હાલમાં વેચવામાં આવી રહ્યો છે જયારે ખેડૂતો પાસેથી વેપારીઓ પડતર કરતા નીચા ભાવે પાક ખરીદતા ખેડૂત પાયમાલ બન્યો છે લોકડાઉનમાં માલનો નિકાલ ન થતો હોવાની ખોટી બૂમો વેપારીઓ પાડી રહ્યા છે અને ખેડૂતનું શોષણ કરી રહ્યા છે. જયારે કેળના પાકમાં તેજી આવે છે ત્યારે ખેડૂતો વેપારીઓને જરૂરિયાત પ્રમાણે માલ આપે છે અને હવે આજે વેપારીઓ લોકડાઉનનું ખોટું બહાનું બતાવી બજારમાં ઉંચા ભાવે વેચાતો કેળના પાકને પડતર કરતા ઓછા ભાવે વેપારીઓ માંગી રહ્યા છે સરકારે રાજ્યની બોર્ડરોને ખેતીલક્ષી ચીજવસ્તુઓ માટે ખુલ્લી કરી આપવા છતાં વેપારીઓ સરકારને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે.           બોડેલી તાલુકાના ચલામલી, વણધા, સાલપુરા, કોસીન્દ્રા, ચિખોદરા, સરગી,  દેસણ, માંકણી તેમજ સંખેડા તાલુકાના માછીપુરા, વડેલી, આકાખેડા, ફતેપુર અને સંખેડા નાં કેળાની ખેતી કરતાખેડૂતોએ વિડિઓ કોલિંગ અને મોબાઇલ ફોન દ્વારા ખેડૂતોએ એકબીજા સાથે તેમના કેળનાં પાકના પોષણક્ષમ ભાવ અંગે ચર્ચા કરતા સર્વાનુમતે  કેળ પકવતા ખેડૂતોએ આવતીકાલથી જ્યાં સુધી કેળના પાકનો પોષણક્ષમ ભાવ પ્રતિ ૨૦ કિલો ના  રૂપિયા ૧૫૦/- વેપારીઓ તરફથી નહિ આપવામાં આવે ત્યાં સુધી કેળનો તૈયાર થયેલો માલ કોઈપણ વ્યાપારીઓને આપવો નહીં તેવું નક્કી કર્યું છે અને ગુજરાત બહારના દિલ્હી હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હાલમાં સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન પણ છૂટ આપવામાં આવી છે ત્યારે ઓછામાં ઓછો પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૧૫૦ નો ભાવ મળવો જોઈએ તેવું ખેડૂતે દ્રઢતાપૂર્વક જણાવી સ્થાનિક વેપારીઓ અને દલાલોની મિલીભગતથી હાલમાં કેળાના ભાવ તળિયે બેસી ગયા હોય સ્થાનિક વેપારીઓ દલાલો અને કેળા નહીં આપવાની સાથે સાથે પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૧૫૦/- નો ભાવ ચૂકવી શકે તેમ હોય તેવા બહાના વેપારીઓને પણ આવકાર્યા હતા. આમ, બોડેલી સંખેડા બંને તાલુકાના ખેડૂતો ભાવ બાબતે એક થઈને લડી લેવાના મૂડમાં હોય તેમ જણાઈ જોવા મળ્યું હતું.

ચલામલી અને આસપાસના વિસ્તારના ગામોમાં મુખ્યત્વે કેળાની ખેતી થાય છે ત્યારે ખેતરની સાફ-સફાઈ કરી કેળનું વાવેતર કર્યા પછી તેમાં દવા ખાતર પાણી નાખી એક વર્ષ સુધી તેની પાછળ મહેનત કરીએ ત્યારે થડ ઉપર કેળાનો એક લુમ તૈયાર કરી શકાય છે અને તેની પાછળ પાણી દવા ખાતર મજુરી અને લુમ પર ચડાવવાની કોથળી તેમજ ટેકા નો ખર્ચ મળી એક થડ પાછળ લગભગ રૂપિયા ૧૨૦/- જેટલો ખર્ચ થાય છે અને એ કેળાનો ભાવ હાલમાં પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૩૦/- થી ૫૦/-ના એટલે કે કિલોના દોઢથી અઢી રૂપિયા ના ભાવે વેપારીઓ અમારી પાસે કેળા લઈ જાય છે અને બજારમાં એ જ કેળા પ્રતિ એક કિલોના રૂપિયા ૩૦/- થી ૫૦/-ના ભાવે વેચાઈ રહ્યા છે એજ વેપારીઓને દલાલી દલાલી વચ્ચેની મીલી ભગત નું ઉદાહરણ છે ત્યારે હવે અમે પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૧૫૦ થી નીચા ભાવે ક્યારેય કેળાનું કટીંગ કરીશું નહીં પછી ભલે હાલમાં ખેતરમાં ઉભો કેળા નો ફેંકી દેવો કેમ ન પડે ? સ્થાનિક વેપારી જો અમને હાલની મંદીના સમયમાં સપોર્ટ ન કરે તો અમારે પણ સ્થાનિક વેપારીઓ નેકેડ આપવા નથી અને 12 ના વેપારીઓ કેરીઓ પ્રતિ ૨૦ કિલોના રૃપિયા ૧૦૦નો ભાવ આપે છે તેવા વેપારીઓને આવકાર્ય છે અમે ચોક્કસ તમને માલ આપીશું….સાર્વિલ પટેલ / (ખેડૂત , ચલામલી)

કેળાના ભાવ તળીયે બેસી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે અત્યારે કેળાનાસ્થાનિક વેપારીઓ અને દલાલો પ્રતિ ૨૦ કિલોના ઓછામાં ઓછા રૂપિયા ૧૫૦/- ના ભાવની જગ્યાએ માત્ર રૂપિયા ૩૦/- થી ૫૦/- ના ભાવે કેળા માંગે છે એટલે જ અમોને નાછૂટકે કેળા પકવતા બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો સાથે વિડીયો કોલ અને ફોન દ્વારા ચર્ચા કરવાનો વારો આવ્યો છે.જો આમ જ પડતર કરતાં પણ ઓછા ભાવ ખેડૂતોને મળશે તો ખેડૂત પાયમાલ બનશે અને આ વિસ્તારમાં કેળાની ખેતી ઓછી થઈ જશે. અને તેથી આજથી આ બંને તાલુકામાં કેળાના કોઈ ટેમ્પા કે ગાડીઓ ભરાશે નહીં કેમ નક્કી કરવામાં આવ્યું છે.—-મુચકંદ પટેલ (ખેડૂત ચલામલી)

પરેશ ભાવસાર    બોડેલી

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTદેડિયાપાડા તાલુકાના ગીચડ ગામમાં આગમાં 9 ઘરો ખાખ થઇ જતા અસરગ્રસ્તોની મદદ માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોચ્યા.
OLDER POSTનેત્રંગમાં રોગી કલ્યાણ સમિતિએ ૫૦ લીટર સેનીટાઇઝર-પંપ ૧૦૮ એમ્બ્યુલન્સને આપ્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )