સંતરામપુર નગરમાં કોરોના નો એક કેસ નોધાયો .
નગરમાં કોરોનાનાં કુલ ૧૨ કેશ નોધાયા : વીજળી નાં ધાંધીયા થી પ્રજાત્રસ્ત .

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં તા .૧૨/6 /૨૦૨૦ના રોજ નવ દિવસ પછી પુર્ન:કોરોના નો કેસ નોંધાતા નગરમાં હડકમ્પ મચી જવા પામેલ છે.
નગરમાં વોર્ડ નં. ૪ સુથારવાડ વિસ્તારમાં ૭૦ વર્ષની ઉંમરના એક વૃદ્ધને બીમારી વાળા પુરુષને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયેલ હતા જ્યાં ખાનગી લેબોરેટરીમાં તેમનો કોરોના નો ટેસ્ટ કરતાં પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લાનું તંત્રને સ્થાનિક તંત્ર ને નગરપાલિકા તંત્ર એકશનમાં જોવા મળે છે
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીનાં કુલ ૧૨ દર્દી કોરોના ના નોંધાયેલ છે
નગરમાં અન લોક ૧ જાહેર થયાં પછી નગર પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જણાય છે. અને જાહેરનાનો અમલ થાય છે કે નહીં તે સંદર્ભમાં કોઈ તપાસણી ચેકિંગ કરાતું જોવા મળતું નથી તેમજ જે વિસ્તાર કન્ટેનઈમેન્ટ જાહેર કરેલ હોય ત્યાં તેનો અમલ થાય છે કે નહીં તે પ્રત્યે પણ કોઈ ચકાસણી થતી જોવા મળતી નથી
નગરમાં સોશિયલ ડીસટન્સ નો અમલ થતો જોવા મળતો નથી. તેમજ ચાર કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળેલા જોવાય છે ખાનગી જીપો- કાર -રીક્ષા છકડામાં જાહેરનામામાં દર્શાવ્યા કરતા વધુ વ્યક્તિઓ બેસાડીને ફરતા જોવા મળે છે તેમજ ટ્રાફિકની પણ કોઈ જ નિયમન જોવા મળતું નથી જાહેરનામાનો-સરેયામ ભંગ થતો અને સોશિયલ ડીસટન્સ નાં ધજીયા ઉડતા જોવાય છે
સ્થાનિક તંત્ર” નગર પાલિકાનું “તંત્ર અને પોલીસ તંત્રના સમન્વયથી સરપ્રાઇઝ ચેકિંગ કરાતું રહે છે. તે હાલની સ્થિતિમાં પ્રજાજનો માટે હિતકારક જણાય છે નગરમાં સ્વચ્છતા પ્રત્યે અને પ્રિમોન્સુન કામગીરી પ્રત્યે પૂરતું ધ્યાન અપાય તે જરૂરી જણાય છે
નગરમાં અને તાલુકામાં વરસાદ ની શુભ શરૂઆત થયેલ છે અને તાલુકાના એન્દ્રા ગામને નજીકના વિસ્તારોમાં ગઈકાલે ભારે પવનને વાવાઝોડાથી વીજળીના તાર તુટી લબડી પડેલા નું ને ઝાડ પડી ગયાના બનાવ બનેલ જોવાય છે.સંતરામપુર થી શુલીયાત જવાના રસ્તા પર ગઈ રાતે ભારે પવન વરસાદ થી અનેક ઝાડ તૂડી પડવાના બનાવ બનેલ છે.અને સ્ટેટ. બી .ડબલ્યું . ડી ધવારા ટ્રાફિક ને અડચણ રૂપ તૂડી પડેલ ઝાડો દુર કરવાની કાર્યવાહી આજ રોજ વહેલી સવાર થી હાથ ધારેલ જોવા મળતી હતી.
નગરમાં ને તાલુકામાં વીજળી ના ધાંધિયા જોવા મળે છે જરાક પવન અને વરસાદ પડે કે તરત જ વીજ પ્રવાહ બંધ થઈ જાય છે અને આમ અવારનવાર વીજ પ્રવાહ બંધ થઈ જતા નગરજનો ગ્રામ્ય પ્રજાને ખેડૂતો પરેશાન થઈ ગયેલ જોવાય છે પ્રિમોન્સુન કામગીરી સમયસર નહીં કરાતા આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનું ચર્ચાઈ રહેલ છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશો દ્વારા વીજ પ્રવાહ ખોટકાય નહીં ને ગ્રાહકોને વીજ પ્રવાહ સતત મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે
વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવાય છે અને ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે આ વાતાવરણમાં કોરોનાની મહામારી વકરે નહીં તે માટે સ્થાનિક તંત્ર આરોગ્ય વિભાગ નગરપાલિકાને ગ્રામ પંચાયતો સક્રિયતા દાખવે અને સરકાર ની સૂચનાઓને જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવે અને નગરજનો અને ગ્રામજનો પણ સહકાર આપે અને સુચનાઓનો અમલ કરે તે પણ એટલું જ જરૂરી જણાય છે
સંતરામપુર
તારીખ 13/6/2020 ઈન્દ્રવદન વ પરીખ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદ ના અમૃત નગર મેઈન રોડ પર કાર ચાલક એ કાબુ ગુમાવ્યો.
OLDER POSTSSC બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જાહેર થતા વિરમગામ શહેરમાં પત્રકાર મુન્ના વહોરા ની દિકરી ૯૯.૭૯ P.R સાથે ઝળકી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )